Get The App

રાજકોટ સિવિલમાં એડમિટ દર્દીને ચાની ચુસકી પડી ભારે, હોસ્પિટલમાંથી રજા મળે તે પહેલાં જ મોત

Updated: Jan 29th, 2025


Google News
Google News
રાજકોટ સિવિલમાં એડમિટ દર્દીને ચાની ચુસકી પડી ભારે, હોસ્પિટલમાંથી રજા મળે તે પહેલાં જ મોત 1 - image


Rajkot Civil Hospital : રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ સિવિલ તંત્રની બેદકારીના લીધે ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે (બુધવારે) જગદીશ ચાવડા નામનો દર્દી સવારે ચા પીવા હોસ્પિટલની બહાર નીકળ્યો હતો. તે સમયે સિવિલના મુખ્ય ગેટ પાસે ખોદવામાં આવેલા ખાડામાં પડી જતાં મોત નીપજ્યું છે. હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી દુર્ઘટનાથી પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર માટે હોસ્પિટલ તંત્રને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ સિવિલ અવાર-નવાર પોતાની બેદકારીના લીધે ચર્ચામાં રહે છે. ત્યારે રાજકોટ સિવિલની બેદરકારીનો વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિવિલ તંત્રની લાપરવાહીના લીધે એક દર્દીનું મોત થયું છે. વાત જાણે એમ છે કે જગદીશ મનસુખભાઇ ચાવડાને પેટમાં પાણી ભરાઇ ગયું હોવાથી છેલ્લા ત્રણ દિવસથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને આજે તેમને રજા આપવાની હતી. ત્યારે આજે સવારે તે ચા પીવા માટે હોસ્પિટલની બહાર નીકળ્યા હતા, તે સમયે હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે ખોદવામાં આવેલા ખાડામાં પડી જતાં તેમનું મોત નીપજ્યું હતું. 

આ ઘટનાને પગલે દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારજનોએ સિવિલ તંત્ર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે મુખ્ય ગેટ પાસે ખાડો કરવામાં આવ્યો હોવાથી તંત્ર દ્વારા ત્યાં સિક્યુરિટી ગાર્ડ અથવા આડસ મુકવી જોઇએ. સિવિલ તંત્રની બેદરકારી છે, તેમને ધ્યાન રાખવું જોઇએ. આ મામલે તેમને પોલીસ ફરિયાદ નોંધાવવાની બેદરકારી દાખવનાર જવાબદાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 

આ મામલે સિવિલ સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે આજે સવારે બનેલી દુર્ઘટના સર્જાઇ હતી. આ માટે એક ટીમ બનાવીને સમગ્ર ઘટનાની તપાસ કરાશે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ કોઇ દોષી જણાશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

Tags :
Rajkot-Civil-HospitalPatientHospital

Google News
Google News