Get The App

પાટણ બેઠક પર કોંગ્રેસને મત આપવા PAAS આગેવાને પાટીદારોને લેવડાવ્યા શપથ, વીડિયો થયો વાયરલ

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
પાટણ બેઠક પર કોંગ્રેસને મત આપવા PAAS આગેવાને પાટીદારોને લેવડાવ્યા શપથ, વીડિયો થયો વાયરલ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાટીદારોને ચંદનજી ઠાકોરને મત આપવા માતા ઉમા અને ખોડલના સોગંદ લીધા હતા. પાસના આગેવાન સતીષ પટેલે શપથ લેવડાવ્યા હતા.

પાટીદારોને ચંદનજીના પક્ષે મત કરવા માટે હાકલ

વાયરલ વીડિયોમાં પાટીદારો કોંગ્રેસના સમર્થનમાં સોગંદ લેતા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપવા માતા ઉમા અને માતા ખોડલના સોગંદ લેવાતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. અહેવાલો અનુસાર, ચંદનજીના ઘરે થયેલી સભાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પાટીદારોને ચંદનજીના પક્ષે મત કરવા માટે હાકલ કરવામાં આવી રહી છે. જો કે, આ વીડિયોમાં ચંદનજી ઠાકોર જોવા મળ્યા નથી.

પાટણમાં ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાભી વચ્ચે જંગ

પાટણ બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ચંદનજી ઠાકોર કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભાજપના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા. ચંદનજી ઠાકોર વ્યવસાયે ખેતી અને બિલ્ડર છે. નોંધનીય છે કે, પાટણ બેઠક પર ભાજપે ભરતસિંહ ડાભીને રિપિટ કર્યા છે. પાટણ બેઠકમાં કુલ 2073 મતદાન મથકોનો સમાવેશ થાય છે. મતદારયાદી મુજબ કુલ 2021052 મતદારો નોંધાયેલા છે.

પાટણ બેઠક પર કોંગ્રેસને મત આપવા PAAS આગેવાને પાટીદારોને લેવડાવ્યા શપથ, વીડિયો થયો વાયરલ 2 - image


Google NewsGoogle News