વડોદરામાં પહેલીવાર પાટીદાર સમાજ શક્તિપીઠની સાથે સરદાર પટેલનું મંદિર બનાવશે
વડોદરાઃ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેમ જ ખેતીમાં પડતી મુશ્કેલીનો ઉકેલ આવે તે હેતુથી વડોદરા જિલ્લામાંથી પાટીદાર સમાજ ફરી એકવાર એક થઈને લડત આપવાની તૈયારી કરી રહ્યો છે.
વડોદરા જિલ્લા ના કાયાવરોહણ ખાતે પાટીદાર સમાજ સંગઠનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીદાર સમાજની જુદી જુદી જ્ઞાાતિના આગેવાનો સહિત ચાર હજાર જેટલા લોકો હાજર રહ્યા હતા.પાટીદાર સમાજ સંગઠનના જીયાતલાવડી ખાતેના પ્રમુખે કહ્યું હતું કે, અમારા સંગઠનો મુખ્ય ઉદ્દેશ મધ્ય ગુજરાતમાં સમસ્ત પાટીદાર સમાજને એક કરવાનો તેમજ ખેડૂતોને ન્યાય અપાવવાનો છે.
ખેડૂતોનું જે રીતે શોષણ થઈ રહ્યું છે અને પોષણક્ષમ ભાવ મળતા નથી અને પાણીના ધાંધિયા છે તે મુદ્દે અમે એક થઈને લડત આપીશું.જ્યારે સમાજના કુરિવાજો સામે પણ જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવશે. આગામી બે મહિનામાં વડોદરામાં સંમેલન બોલાવવામાં આવશે જેમાં એક લાખ જેટલા પાટીદારો હાજર રહેશે.વડોદરામાં પહેલીવાર શક્તિપીઠ અને સરદાર પટેલનું મંદિર બનાવવામાં આવનાર છે.