DJના જમાનામાં સંગીત વગર મોઢેથી ગવાય છે ગરબા, દેશી પદ્ધતિથી માતાજીની આરાધના, જાણો ધનાસરાના પ્રાચીન આટીવાળા ગરબા વિશે

પાટણમાં વર્ષોથી થાય છે આ પગની આટીવાળા શેરી ગરબા

મહિલાઓ હોય છે દર્શક, માત્ર પુરુષો જ રમે છે ગરબા

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
DJના જમાનામાં સંગીત વગર મોઢેથી ગવાય છે ગરબા, દેશી પદ્ધતિથી માતાજીની આરાધના, જાણો ધનાસરાના પ્રાચીન આટીવાળા ગરબા વિશે 1 - image


Ancient Garaba: નવરાત્રીનો તહેવાર એટલે ગુજરાતીઓ માટે સૌથી પ્રિય તહેવાર. જેમાં સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્ટાઇલમાં ગરબા ગવાતા અને રમાતા જોવા મળે છે. જેમાં મોટેભાગે હાલ અર્વાચીન ગરબા જ રમતા જોવા મળતા હોય છે, એમાં પણ સ્ત્રીઓ અને પુરુષો બંને ભાગ લેતા હોય છે. પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હાલ પણ દેશી ગરબાની ઝલક જોવા મળી જ જાય છે. આવા પારંપરિક ગરબામાં સાઉન્ડ સિસ્ટમ, ડીજે, પાર્ટીપ્લોટ જેવી કોઈ અદ્યતન સુવિધાઓ જોવા મળતી નથી. જેમાં વાત કરવાની છે પાટણના સરસ્વતી તાલુકાના ધનાસરા ગામની કે જ્યાં એવા પારંપરિક ગરબા રમવામાં આવે છે જેમાં સ્ત્રીઓને ગરબા રમવા પર પ્રતિબંધ છે, એટલે કે માત્ર પુરુષો દ્વારા જ ગરબા કરવામાં આવે છે. 

ગામઠી વેશભૂષામાં રમવામાં આવે છે ગરબા 

અહીના ગ્રામજનોએ પગની આટીવાળા ગરબાની પરંપરા યથાવત રાખી છે. જેમાં તેઓ ગામઠી વેશભૂષામાં એટલે કે કેડિયું પહેરીને માતાજીના ગરબે ઘૂમે છે. જે આ આધુનિક ગરબાના યુગમાં પણ પ્રાચીન ગરબાનું મુલ્ય જાળવી રાખે છે. 

સંગીત ઉપકારનો વગર મોઢેથી ગવાય છે ગરબા 

બનાસકાંઠાના ગામોની નવરાત્રી ખાસ હોય છે. કારણે કે આ ગરબા દરમ્યાન લોકો કોઈ ડીજે કે મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ કરવાના બદલે લોકો મોઢેથી ગરબા ગાય છે અને ખેલૈયાઓ દ્વારા ગરબાના શબ્દોને ઝીલવામાં આવે છે. એક કે બે મોભી દ્વારા કોઈ પણ સંગીત સાધન કે સંગીત વગર જ ગરબા ગાવામાં આવે છે. જેમાં ખેલૈયાઓની તાળીઓનો નાદ ભળે છે અને વાતાવરણ ભક્તિમય બને છે.  

સ્રીઓને છે ગરબા રમવા પર પ્રતિબંધ 

અહી માત્ર પુરુષો દ્વરા જ ગરબા ગવાય તેમજ રમાય છે. સ્રીઓ અહીં ગરબા રમી શકતી નથી. તેઓને માત્ર પ્રેક્ષક બનીને ગરબા જોવાના જ રહે છે. તેમજ પુરુષો દ્વરા પગની આટીવાળા ગરબા રમવામાં આવે છે. આથી તેને આટીવાળા ગરબા પણ કહેવામાં આવે છે. 


Google NewsGoogle News