સુરતના કામરેજ નજીક મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી, સ્થાનિકોએ બચાવ્યાં ઘણાનાં જીવ

કામરેજના લાડવીથી કોસમાડા જતા માર્ગ પર આવેલી કેનાલમાં મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી ગઈ હતી

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
સુરતના કામરેજ નજીક મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી, સ્થાનિકોએ બચાવ્યાં ઘણાનાં જીવ 1 - image


Surat Bus Accident news :  સુરતના કામરેજથી એક બસ અકસ્માતના અહેવાલ આવ્યા છે. અહીં કામરેજના લાડવીથી કોસમાડા જતા માર્ગ પર આવેલી કેનાલમાં મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી ગઈ હતી. જોકે સદભાગ્યે તે સમયે કેનાલમાં વધારે માત્રામાં પાણી ન હોવાથી મોટી હોનારત થતાં ટળી હતી. 

સુરતના કામરેજ નજીક મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી, સ્થાનિકોએ બચાવ્યાં ઘણાનાં જીવ 2 - image

સ્થાનિકોએ બચાવ્યાં લોકોના જીવ 

માહિતી અનુસાર આ બસમાં મુસાફરોની સંખ્યા વધારે હતી. જોકે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરતાં દરેક લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી. આ દરમિયાન કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઇ હતી. ડ્રાયવરે કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.



Google NewsGoogle News