Get The App

વડોદરામાં 50 વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી, ડ્રાઈવર સહિત 3 ઈજાગ્રસ્ત

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
વડોદરામાં 50 વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી, ડ્રાઈવર સહિત 3 ઈજાગ્રસ્ત 1 - image


Vadodara Parul University bus accident | વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનિવર્સિટીની એક બસ પલટી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ બસમાં 50 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ઘણાને નાની-મોટી ઈજાઓ થઇ હતી. જ્યારે ડ્રાઈવર અને બે વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજાઓ થઇ હતી.    

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

આ અકસ્માત આજવાથી વાઘોડિયા તરફ જતાં L&T કંપની પાસે સર્જાયો હતો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી લપસીને કિનારે ખાડામાં પલટી મારી ગઈ હતી. જેનાથી રોડ પર હાહાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના બાદ કપુરાઈ પોલીસની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી મામલો ધ્યાને લઈ તપાસ હાથ ધરી હતી.  

વડોદરામાં 50 વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી, ડ્રાઈવર સહિત 3 ઈજાગ્રસ્ત 2 - image




Google NewsGoogle News