Get The App

પાર્લેપોઇન્ટના ડૉક્ટરના અંગદાનથી સાત વ્યક્તિને મળ્યું નવજીવન

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
પાર્લેપોઇન્ટના ડૉક્ટરના અંગદાનથી સાત વ્યક્તિને મળ્યું નવજીવન 1 - image


- 50 વર્ષના હોમિયોપેથીક ડૉ.દેવાંગ ચાહવલાના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું પરિવારે દાન કર્યું

       સુરત :

સુરતના પાર્લેપોઈન્ટ ખાતે રહેતા ૫૦ વર્ષના હોમયોપેથી ડૉક્ટરના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી ડૉક્ટરના પરિવારજનોએ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

પાર્લે પોઈન્ટ ખાતે મેઘમયુર પ્લાઝમા રહેતા ૫૦ વર્ષના ડૉ.દેવાંગ જીતેન્દ્ર ચાહવાલા સિટીલાઇટમાં ભગવતી આશિષ કોમ્પ્લેક્ષમાં હોમયોપેથી ડૉક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા હતા. ડૉ.દેવાગભાઇએ તા.૧૮ના રોજ ચક્કર આવવાની અને નબળાઈ લાગવાની ફરિયાદ કરી હતી. જેથી પરિવારજનો સારવાર માટે ડૉક્ટર પાસે લઇ જતા એમ.આર.આઇ એન્જયો કરાવવાની સલાહ આપી હતી. જેમાં તેમના મગજમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતુ. બાદમાં તેમને સારવાર માટે ન્યુરોફીઝીશીયન પાસે લઇ ગયા હતા. મગજની એન્જયોગ્રાફી કરાવતા મગજમાં લોહીની નસમાં બ્લોકે જ હોવાનું નિદાન થયું હતુ. ત્યાંથી તા.૨૦મી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ડૉક્ટરે તેમના મગજની નસમાં સ્ટેન્ટ બેસાડવાની પ્રોસીજર કરી હતી. બાદમાં તા.૨૨મીએ ડૉક્ટરની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ અંગે જાણ થતા ડોનેટ લાઈફની ટીમે પરિવારજનોને તેમના અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા સમંતિ આપી હતી. જેથી તેમના હૃદયનું દાન અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટટલની ટીમે સુરતમાં રહેતા ૪૮ વર્ષના વ્યકિતમાં તથા ફેફસાનું અમદાવાદની કે.ડી હોસ્પિટલની ટીમ દ્વારા જામનગરના રહેતા ૪૭ વર્ષના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતુ. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતુ. દાનમાં મળેલી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૃરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતુ. ડોનેટ લાઈફ દ્વારા હૃદાન કરાવવાની આ ૨૧મી અને ફેફસાના દાન કરાવવાની ૨૪મી ઘટના છે. ડૉ.દેવાંગભાઈના પરિવારમાં માતા ડૉ.ગીતાબેન (ઉ.વ.૭૮), ગૃહિણી પત્ની જીગીશા (ઉ.વ ૪૫), પુત્રી હેત્વી (ઉ.વ ૨૩ કે જે ઈન્ટીરયર ડિઝાઈનર તરીકે કાર્ય કરે છે ) છે. તેમના પિતા ડૉ.જીતેન્દ્રભાઈ વર્ષ ૨૦૦૮માં શ્રીનાથજીમાં દર્શન કરતી વખતે હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ પામ્યા હતા.


Google NewsGoogle News