પારલે મલ્ટી વિટા મારી બિસ્કીટના નમૂના ફેલ, રાજકોટ કલેક્ટરે ફટકાર્યો રુ.15 લાખનો દંડ
તા. 21 માર્ચ, સોમવાર
રાજકોટ: આજકાલ ફૂડ સેફ્ટીના નિયમોના ધજાગરા નાના છૂટક વેપારીઓથી લઈને મોટી-મોટી કંપનીઓ પર ઉડાડી રહી છે. નેસ્લેની વારંવારની ફરિયાદ બાદ હવે ગુજરાત સ્થિત પારલે ગ્રુપ પર પણ ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે.
રાજકોટ જિલ્લામાં ફૂડ
સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિવિધ એકમ/પેઢીઓની સંબંધિત ફૂડ સેફ્ટી
ઓફિસર દ્વારા તપાસ હાથ કરવામાં આવી હતી જેમાં રાજકોટ ખાતેથી લેવામાં આવેલ Parle
Multi Vita Marie Biscuits નમૂના ફેલ થયા હતા.
ફૂડ એનાલિસ્ટ, રિજિનિયલ ફૂડ લેબોરેટરી, રાજકોટ દ્વારા પારલે મલ્ટી વિટા મારી બિસ્કીટ
મિસબ્રાન્ડેડ જાહેર કરવામાં આવી છે. આ કેસની વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી
અને તપાસને અંતે કુલ 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.