Get The App

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆત

Updated: Apr 4th, 2025


Google News
Google News
FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆત 1 - image


Vadodara DEO Office : વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલના સંચાલકોની જોહુકમી સામે આજે સ્કૂલના વાલીઓને ફરી એક વખત ડીઈઓ કચેરી ખાતે જઈને રજૂઆત કરવાની ફરજ પડી હતી. 

ડીઈઓ સમક્ષ વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી લેવાનો ઈનકાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટેના પુસ્તકો પણ આપી રહ્યા નથી. સ્કૂલે જે પુસ્તક નક્કી કર્યા છે તે પુસ્તકો બજારમાં મળતા નથી. વિદ્યાર્થીઓ ઘરે આવીને અમને પૂછે છે કે, અમને પુસ્તકો ક્યારે મળશે?

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆત 2 - image

વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો 2017થી એફઆરસીના ફીના આદેશનો અમલ કરી રહ્યા નથી. સ્કૂલ દ્વારા એફઆરસીના આદેશ કરતા જેટલી ફી વધારે લેવામાં આવી છે તે પાછી આપવાનો કે તેને નવી ફીમાં એડજસ્ટ કરવાનો પણ ઈનકાર કરવામાં આવી રહ્યો છે. ડીઈઓ દ્વારા પણ સ્કૂલને આદેશ આપવામાં આવ્યો છે પરંતુ સ્કૂલ સંચાલકો ડીઈઓના આદેશને ગણકારતા નથી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ માટે આ શરમજનક બાબત છે.

દરમિયાન ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, સ્કૂલની એનઓસી રદ કરવા માટે ડીઈઓ કચેરીએ શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. સ્કૂલ તેની સામે પણ કોર્ટમાં ગઈ છે. સ્કૂલ સામે અમે કાર્યવાહી કરીશું. વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તેમની સાથે છે.

Tags :