Get The App

વડોદરાના તરસાલી ખાતે રહેતા માતા-પિતા અને યુવતી પર ચાર વ્યક્તિ દ્વારા હુમલો

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
વડોદરાના તરસાલી ખાતે રહેતા માતા-પિતા અને યુવતી પર ચાર વ્યક્તિ દ્વારા હુમલો 1 - image


Vadodara Crime : વડોદરા ધનીયાવી રોડ ઉપર તરસાલી ખાતે આવેલી સોસાયટીમાં યુવતીએ શેત્રંજીમાંથી ધૂળ અમારા ઘર તરફ આવે છે બીજી તરફ ખંખેરો તેવું કહેતા ચાર લોકોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ માતા-પિતા તથા પુત્રીને માર માર્યા બાદ પિતા પર લોખંડની એંગલથી હુમલો કર્યો હતો. યુવતી પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરોધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેર નજીક ધનીયાવી રોડ પર તરસાલી ખાતે આદર્શ નગર સોસાયટીમાં રહેતા સાઇન સઇદભાઈ મલેકે ફરીયાદ નોંધાવી છે કે મહરૂનબહેન પોતાના ઘરની બહાર આવીને માટી ભરેલી સેતરંજી અમારા ઘર તરફ ખંખેરતા હતા. અને તેમને કહેવા ગયા હતા કે આની ધૂળ અમારા ઘર તરફ આવે છે તો આ બાજુ સેતરંજીના ખંખેરો. ત્યારે મહિલાના દિકરા આરીફ મોહમદ રાઠોડ, ઇરફાન મોહમદ સઠોડ તથા તોફીક આરીફ રાઠોડ તથા આરીફની પત્નિ સાઈન મને અને મારી માતાને ગાળો બોલી અમારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તમામે મને અને મારી મમ્મીને છુટા હાથનો માર મારતા હતા. એટલામાં મારા પિતા સઇદભાઇ ઘરે આવેલ અને તેમની સાથે આરીફ રાઠોડ તથા ઈરફાન રાઠોડ તથા તોફીક રાઠોડ મારા મારી કરવા લાગેલ અને મારા પિતાને આરીફ રાઠોડે લોખંડની ઍગલ મારી દીધી હતી અને બધા મળીને અમને ગડદાપાટુનો માર મારતા લોકો સ્થળ પર આવી ગયા હતા અને અમને છોડાવ્યા હતા. કપૂરાઈ પોલીસે હુમલો કરના ચાર લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News