પ્રયાગરાજમાં રેલવે સ્ટેશન પર અર્ધ લશ્કરી દળોએ વ્યવસ્થા સંભાળી
વડોદરાઃ પ્રયાગરાજમાં રેલવે સ્ટેશન પર અટવાયેલા ભક્તોએ ટ્રેનો મોડી પડવાથી રસ્તા પર સૂઇ રહેવાનો વખત આવ્યો હતો.
પ્રયાગરાજમાં શાહી સ્નાન માટે ગયેલા ભક્તોએ ત્યાંની સ્થિતિ વર્ણવતાં કહ્યું હતું કે,હાલમાં ૧૫-૨૦ કિમી દૂર થી કોઇ પણ ખાનગી વાહનને પ્રવેશવા દેવાતું નથી.જ્યારે રેલવે સ્ટેશન પર અર્ધ લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.
ટ્રેન આવે ત્યારે જ પ્રવાસીને એન્ટ્રી આપવામાં આવી રહી છે.ટ્રેનો પણ પાંચ થી સાત કલાક મોડી હોવાથી લોકોને રસ્તાઓ અને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઇ રહેવાનો વખત આવ્યો છે.જો કે,પ્રશાસને કરેલી વ્યવસ્થાને કારણે સ્ટેશન પર થતી અંધાધૂંધીનું પ્રમાણ ઓછું થયું છે.