Get The App

કુળદેવી પ્રત્યે અતુટ શ્રધ્ધા ધરાવતા પંકજ ઉધાસ ચરખડી ગામનાં વતની

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
કુળદેવી પ્રત્યે અતુટ શ્રધ્ધા ધરાવતા પંકજ ઉધાસ ચરખડી ગામનાં વતની 1 - image


જાણીતા ગાયક પંકજ ઉધાસનાં નિધનથી ગામમાં ઘેરો શોક : ગઝલનો આલ્બમ રીલીઝ કરતા પુર્વે કુળદેવીના ચરણોમાં કેસેટ પ્રસાદ સ્વરૂપે ધરતા હતા, વતન પ્રત્યે અતુટ પ્રેમ

જેતપુર, તા. : દેશના સુપ્રસિધ્ધ ગઝલકાર અને ગાયક પંકજ ઉધાસનું આજે મુંબઈમાં નિધન થયુ હતુ. તેમનો જન્મ રાજકોટ જિલ્લાના જેતપુર નજીકના ચરખડી ગામ કસ્બામાં 17મે 1951માં થયો હતો. તેમના માતા પિતા કેશુભાઈ અને જિતુબેન ના તે ત્રીજા નંબરના સંતાન હતા. પંકજ ઉધાસના દાદા જમીનદાર હતા, અને તે ગામના પહેલા સ્નાતક હતા, તેઓ ભાવનગર સ્ટેટના દિવાન હતા. પંકજ ઉધાસ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમના મોટા બે ભાઈના નામ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ, તેઓ પણ ગાયક કલાકાર છે, પરંતુ સૌથી પહેલા ગાયકી પંકજ ઉધાસે શરૂ કરી હતી

પંકજ ઉધાસ દ્વારા પ્રારંભિક શિક્ષણ તેમના ગામમાં શરૂ થયું હતુ. ત્યારબાદ જેતપુર કમરીબાઈ   હાઈસ્કુલ ત્યારબાદ ભાવનગર બીપીટીઆઈ માં અભ્યાસ કર્યો. આ સમયમાં તેમના પિતા કેશુભાઈ પરિવાર સાથે મુંબઈ જઈ વસ્યા. જેથી તેમણે કોલેજ મુંબઈની સેંટ ઝેવિયર્સમાં પૂર્ણ કરી.  પ્રખ્યાત ગઝલકાર પંકજ ઉધાસ રાજકોટ જિલ્લાના ચરખડી ગામના વતની હતા. તેઓને પોતાના વતન પ્રત્યે પણ અતૂટ પ્રેમ હતો. તેઓના જીવનની અનેક યાદો આજે પણ આ ગામમાં છે. અહીં આજે પણ પંકજ ઉધાસનું એ જુનવાણી મકાન આવેલું છે. નળિયા વાળું આ મકાન જ પંકજ ઉધાસ નું એક સમયનું ઘર હતું. સંગીત ક્ષેત્રે પોતાની બુલંદ સફળતા બાદ પણ પંકજ ઉધાસ પોતાના વતનને ભૂલી નહોતા શકયા. અહીંયા  તેમની જૂની કેસેટ સહિતની યાદીઓ આજે પણ છે.  પંકજ ઉધાસના કુળદેવી પુનબાઈ મા અને લલાબાઈ મા હતા. આ ગામના આગેવાનોનું કહેવું છે કે પંકજ ઉધાસ જ્યારે પણ પોતાનો ગઝલનો આલ્બમ રિલીઝ કરતા ત્યારે તે કેસેટની પ્રસાદી કુળદેવી માતાના ચરણોમાં ધરી રીલીઝ કરતા હતા. આજે પંકજ ઉધાસનાં નિધનથી ચરખડી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

પંકજ ઉધાસ વર્ષ દરમિયાન બે-ત્રણ વખત વતનમાં આવતા : ગોંડલ તાલુકાના  ચરખડી ગામના  મુળ વતની ભજન સમ્રાટ તરીકે ખ્યાતનામ  પંકજભાઈ ઉધાસ નું નિધન થતા નાના એવા ચરખડી ગામમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.

 આ  તકે જણાવ્યું હતું કે તેઓ પંકજભાઈ ઉધાસ બાળવયનાં હતા ત્યારથીજ તેમનો પરિવાર અન્ય શહેરોમાં વસવાટ કરવા લાગ્યો હતો વર્ષ દરમિયાન બે થી ત્રણ વખત તેઓ અચૂક ચરખડીની મુલાકાત લેતા હતા ચરખડી ગામના હાલ તેમના આ પિતૃક મકાનમાં નટુભાઈ ત્રામડીયા નિવાસ કરી રહ્યા છે જેઓ મકાન સાચવવાની સાથે સાથે ઉધાસ પરિવારના કુળદેવી માતાજીના મઢ ની દેખરેખ અને પૂજા પાઠ પણ કરી રહ્યા છે પંકજભાઈ અને તેમના નાનાભાઈ મનહરભાઈ સમયાંતરે અહીં દર્શન કરવા આવે છે શ્રીફળ વધેરી, દીવાબત્તી કરી કુળદેવી માતાજીને શીશ નમાવી તુરંત નીકળી જતા હોય છે.


Google NewsGoogle News