Get The App

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, જાન્યુઆરીના અંતમાં સંભાળશે પદ

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, જાન્યુઆરીના અંતમાં સંભાળશે પદ 1 - image


Pankaj Joshi new Chief Secretary : ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન કરવામાં આવ્યું છે કે પંકજ જોશી, IAS (RR:GJ:1989) કે જેઓ રાજ્યના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે. તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, IAS જેઓ ભારતીય વહીવટી સેવામાંથી 31મી જાન્યુઆરી એ નિવૃત્ત થઈ રહ્યા છે.

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, જાન્યુઆરીના અંતમાં સંભાળશે પદ 2 - image

પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે.

 પ્રાંત કલેક્ટરથી શરૂ થઈ તેઓ રાજ્યના મુખ્ય સચિવ બની રહ્યા છે. તેઓ સુરત કલેક્ટર અને સુરત કમિશનર તરીકે રહી ચૂક્યા છે.


Google NewsGoogle News