Get The App

નાના વરાછામાં મુસાફરો ભરેલી BRTS બસમાં ધુમાડો નીકળતા ગભરાટ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
નાના વરાછામાં મુસાફરો ભરેલી BRTS બસમાં ધુમાડો નીકળતા ગભરાટ 1 - image


- પાલથી કામરેજ તરફ જતી બસ સાઇડમાં પાર્ક કરીને મુસાફરો ઉતરીને નાસાભાગ કરવા લાગ્યા

       સુરત ,:

પાલ થી કામરેજ તરફ જતી વખતે આજે સાંજે નાના વરાછા ખાતે બી.આર.ટી.એસમાંથી ધુમાડો નીકળ્યો હતો. જેથી બસમાં બેસેલા મુસાફરો ગભરાઇને જઇને ભાગદોડ થઇ જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે શનિવારે સાંજે પાલ થી કામરેજ તરફ જતી ઇલેટ્રીક બી.આર.ટી.એસમાં ૫૦ જેટલા મુસાફરો બેસાડીને જવા નીકળી હતી. તે સમયે નાના વરાછા ચોપાટી સામે બી.આર.ટી.એમ બસ સ્ટેન્ડ નજીક અચાનક બસના પાછળના ટાયર નજીકથી ધુમાડો નીકળવા માંડયો હતો. આ અંગે ડ્રાઇવરને જાણ થતા તરત બસ સાઇડમાં ઉભી રાખી દીધી હતી. જોકે ધુમાડના લીધે ગભરાઇ ગયેલા મુસાફરોમાં તરત બસમાં ઉતરી જતા નાસભાગ થઇ હતી. જયારે ડ્રાઇવર સહિતના લોકો ફાયર એસ્ટીંગ્યુસર વડે પાવડ છાંટયો હતો. જયારે કોલ મળતા ફાયર કાફલો ત્યાં તરત ધસીને પાણીનો છંટકાવ કરીને આગ લાગવા દીધી નહી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.


Google NewsGoogle News