ગોધરા-દાહોદ હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે ટક્કર, અકસ્માતમાં ચાર મુસાફરોના કમકમાટી ભર્યા મોત
ઇજાગ્રસ્તોને ગોધરા સિવિસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Panchmahal accident : રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે. એવામાં આજે ગોધરા- દાહોદ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ખામી સર્જાતા હાઇવે પર જ પાર્ક કરી તેને ઉકેલવાની કામગીરી કરવામાં આવી રહી હતી, આ દરમિયાન ઉભેલી બસને પાછળથી અન્ય ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી.
4 લોકોના કમકમાટી ભર્યા મોત
ગોધરા-દાહોદ હાઇવે ઉપર સવારે એક બસએ અન્ય બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસના અકસ્માત થતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતની ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે.
કેવી રીતે થયો અકસ્માત ?
આ ટક્કર એટલી ભયાનક હતી કે બસ ચાલકનો સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ હાઈવે પરથી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ બસે પલ્ટી મારી હતી. આ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા જ્યારે અન્ય મુસાફરો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને ગોધરા સિવિસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસના આગળના ભાગને પણ મોટું નુકસાન થયું હતું.