ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ વિરૂદ્ધ સમાજમાં ભાગલા પાડવાનો આરોપ, વાયરલ થઇ પત્રિકા
Anand MLA Yogesh Patel : ભાજપમાં હજુ જવાહર ચાવડાના લેટર બોમ્બના પડઘાં શાંત પડ્યા નથી, ત્યાં તો ફરી એકવાર સોશિયલ મીડિયામાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ વિરૂદ્ધ આક્ષેપો કરતી એક પત્રિકા વાયરલ થતાં આણંદના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપમાં અવાર-નવાર નનામા પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે.
આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ વિરૂદ્ધ આક્ષેપો કરતી એક ત્રણ પાનાની પત્રિકા સોશિયલ મીડિયા ફરતી થઇ છે. જેમાં ભાજપના ધારાસભ્ય સમાજમાં ભાગલા પાડતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત પાલિકામાં યોગેશ પટેલા ઇશારે શાસન ચાલતું હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ પત્રિકા કોના દ્વારા ફરતી કરવામાં આવી છે, તેને લઇને રાજકીય વર્તુળ અને શહેરમાં અંદરખાને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ માટે પત્રિકા કાંડ કોઇ નવો નથી. આ અગાઉ પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં આવા પત્રો વાયરલ થયા છે. આવી પત્રિકાઓ ફરતી કરીને ઘણીવાર કાર્યકર્તાઓ ગુપ્ત રીતે પોતાનો રોષ ઠાલવતાં હોય છે. તાજેતરમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના આગેવાનોએ જવાહર ચાવડા જ્યારે વર્ષ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની માણાવદર બેઠકની ચૂંટણી લડયા ત્યારે તેમને મદદ કરી. અને પક્ષપલટા બાદ એ જ બેઠક પર 2019ની ચૂંટણી ભાજપમાંથી લડયા ત્યારે તેમની વિરૂદ્ધમાં કામ કર્યું હતું. જવાહર ચાવડા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.