પાલીતાણા: અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધના કારણે દીકરીની હત્યા, પિતા-કાકાની ધરપકડ
Bhavnagar News : ભાવનગરમાંથી એક હૈયુ કંપાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પાલીતાણાના રાણપરડા ગામની 19 વર્ષીય યુવતીને પ્રેમ સંબંધમાં હોવાને કારણે તેના જ પિતા અને કાકાએ પોતાની દીકરીની હત્યા કરી નાખી હતી. સમગ્ર મામલે પોલીસે બંને આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દીકરીની હત્યા કરનારા પિતા-કાકા ઝડપાયાં
પાલીતાણાના રાણપરડા ગામની 19 વર્ષીય યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈને તેના પિતા અને કાકાએ તેની હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલે પાલીતાણા રૂરલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. હત્યા મામલે પોલીસ દીપક ધીરુભાઈ રાઠોડ અને ભવસાંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પાલીતાણાના રાણપરડા ગામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબધ હતો જેને લઈને યુવતીના પિતા અને કાકાએ તેની હત્યા કરી નાખી હતી. યુવતીનું ગળું દબાવીને હત્યા કરી તેમજ સગા સંબંધીઓને જાણ કર્યા વગર યુવતીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. આ હત્યાનો બનાવ 7 માર્ચ, 2025ના રોજ બન્યો હતો. જેને લઈને યુવતીના નાનાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.