ભાજપને ઝટકો, પાલનપુર માર્કેટયાર્ડના વાઈસ ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટ ધરાવતા ભગુભાઈ હાર્યા
Palanpur Khetiwadi Utpanna bazar Samiti: પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બીજી ટર્મના ચેરમેનની બિનહરીફ વરણી થયા બાદ સર્જાયેલા અસંતોષના કારણે ફરી ચૂંટણી યોજાઈ હતી. જેના ચોંકાવનારા પરિણામો જાહેર થતાં ભાજપમાં ખળભળાટ મચ્યો છે.
પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વાઈસ ચેરમેનની વરણીમાં ભાજપે મેન્ડેટ આપેલ ઉમેદવાર સામે મોટા ભાગના ડિરેક્ટર્સમાં અસંતોષ સર્જાતાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર ભગુભાઈ કુગસિયાનો પરાજય થતાં સૌ કોઈ ચોંક્યા હતા.
આ પણ વાંચોઃ માતા કોની સાથે રહે છે, તેનાથી તેનુ ચારિત્ર્ય આંકી શકાય નહિંઃ કેરળ હાઈકોર્ટની બાળ કલ્યાણ સમિતિને ટકોર
બિન હરીફ વરણીથી નારાજ
પાલનપુરની અગ્રણી સહકારી સંસ્થા સમી માર્કેટયાર્ડના પ્રથમ ટર્મના ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં તાજેતરમાં ભાજપના મેન્ડેટ પર બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જે બાદ શનિવારે વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપે વાઈસ ચેરમેન માટે ભગુભાઈ કુગસિયાના નામનો મેન્ડેટ આપ્યો હતો. જેમની સામે વેપારી વિભાગના ડિરેક્ટર યશવંતભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. કુલ 19માંથી યશવંતભાઈ પટેલને 12 મત જ્યારે ભાજપના ઉમેદવાર ભગુભાઈ કુગસિયાને માત્ર માત્ર સાત વોટ મળતા તેમનો કારમો પરાજય થયો હતો.