ઓખાના મધદરિયે ભારતીય કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી, 13 ક્રૂ મેમ્બર સાથે પાકિસ્તાની બોટ ઝડપી
તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને વધુ તપાસ હાથ ધરી
Image : representative images |
Pakistani Boat Seized from the sea near Okha : ભારતીય જળ સીમમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં કોસ્ટગાર્ડ દ્વારા શંકાસ્પદ હિલચાલ કરતી પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી અને તેમાં સવાર 13 ક્રૂ મેમ્બરની અટકાયત કરી છે. કોસ્ટગાર્ડ દ્વારા ગઈકાલે અરબી સમુદ્રમાં મધદરિયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બોટ સાથે 13 ક્રૂ મેમ્બરની અટકાયત કરવામાં આવી
રાજ્યમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અનેક વાર શંકાસ્પદ બોટ ઝડપાતી હોય છે ત્યારે કોસ્ટ ગાર્ડને વધુ એક મોટી સફળતા મળી હતી જેમાં જહાજ અરિંજય દ્વારા અરબી સમુદ્રમાં ઓપરેશન દરમિયાન IMBL નજીકથી વધુ એક શંકાસ્પદ નાઝ એ કરીમ નામની પાકિસ્તાની બોટ ઝડપી હતી અને બોટ સાથે 13 ક્રૂ મેમ્બરની અટકાયત કરવામાં આવી હતી. આ ઝડપાયેલી પાકિસ્તાની બોટ તેમજ 13 ક્રૂ મેમ્બરોને ઓખા કોસ્ટ ગાર્ડ જેટી પર લાવવામાં આવ્યા હતા, જ્યાં અને તેમની પુછતાછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને વધુ તપાસ હાથ ધરી છે.
ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બોટને ઝડપી પાડવામાં આવી હતી
અરબી સમુદ્રમાં ગઈકાલે ભારતીય જળ સીમા રેખાથી નજીક અને જળસીમાની અંદર લગભગ 15 કિમી અંદર પેટ્રોલિંગ દરમિયાન આ બોટને ઝડપી પાડવામાં આવી હતી. જો કે હજી સુધી આ બોટ માત્ર ફિશિંગ માટે કે કોઈ અન્ય પ્રવૃતિ માટે ભારતીય જળ સીમામાં ઘુસી આવી હતી તેની જાણ નથી.