પ્રજાસત્તાક દિવસે કચ્છની સરહદેથી પાકિસ્તાની ઝડપાયો, BSFએ આંતરરાષ્ટ્રીય સરહદ પર શરૂ કર્યું ખાસ ઓપરેશન
Pakistani arrested : દેશભરમાં એક તરફ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે કચ્છ સરહદ પરથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. BSFના જવાનો આ પાકિસ્તાની યુવકને ઝડપી પાડી તપાસ કરી હતી, પરંતુ તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલ બી.એસ.એફ. દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છની સરહદે આજે પેટ્રોલિંગ દરમિયાન બી.એસ.એફ.ના જવાઓએ આજે વધુ એક ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. આ યુવકની તલાશી લેતાં તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જોકે પૂછપરછ કરવામાં આવતાં આ યુવક પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો રહેવાસે છે. તેનું નામ ખાવર હોવાનું જણાવ્યું હતું. હાલમાં બી.એસ.એફ. દ્વારા યુવકની વધુ પૂછરછ કરવામાં આવી રહી છે.
કચ્છના હરામીનાળા પાસેથી ઘૂસણખોરી કરતાં પાકિસ્તાની નાગરિક ઝડપાયો
ગત 13 જાન્યુઆરીએ બીએસએફના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને કચ્છના હરામીનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેનું નામ નામ બાબુ અલી છે અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંતનો છે. બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાબુ અલી નામનો વ્યક્તિ ભારતમાં ઘૂસણખોરી કરતાં ઝડપાયો હતો. ત્યારબાદ બીએસએફના જવાનો પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી.