Get The App

ઓખા: પાકિસ્તાન મરીને ભારતીય ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ, કોસ્ટ ગાર્ડે તમામ માછીમારોને બચાવ્યા

Updated: Nov 18th, 2024


Google News
Google News
ઓખા: પાકિસ્તાન મરીને ભારતીય ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ, કોસ્ટ ગાર્ડે તમામ માછીમારોને બચાવ્યા 1 - image
પ્રતિકાત્મક તસવીર

Pakistan Marine Firing News: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યો. રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો, પરંતુ માછીમારની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. સમગ્ર ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ: બે સાધુએ એક સાધુની જટા કાપી બનાવ્યો વીડિયો, લૂંટની પણ ફરિયાદ


કોસ્ટગાર્ડે માછીમારોનો કર્યો બચાવ

મળતી માહિતી મુજબ રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતાં જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને માછીમારોનો આબાદ બચાવ કર્યો હતો. જોકે, સમગ્ર ફાયરિંગની ઘટનામાં માછીમારોની બોટમાં નુકસાન થતાં તે પાણીમાં ડૂબી ગઈ હતી. નોંધનીય છે કે, સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નોંધાઈ નથી. 

આ પણ વાંચોઃ જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં બે યુવાનો પર આઠ શખ્સોનો હથિયાર વડે જીવલેણ હુમલો

ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ

બપોર બાદ કોસ્ટગાર્ડની ટીમ માછીમારોને ઓખા બંદરે લઈને આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગની ઘટના બનતા ગુજરાતના માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Tags :
PakistanFishermanGujarat

Google News
Google News