પાદરાની 16 વર્ષની કિશોરી પ્રેમ સંબંધમાં પડતા વાલીએ અભયમની મદદ લીધી
Vadodara : 16 વર્ષની કિશોરી પ્રેમસંબંધમાં પડતા "પિતાએ કોલ કરીને દીકરીને સમજાવવા માટે અભયમ 181 ની મદદ લીધી હતી.
પાદરા તાલુકાના નજીકના ગામના વિસ્તારમાંથી 181 મહીલા હેલ્પ લાઈન પર કોલ આવેલ કે, મારી દીકરી મોબાઇલની લતે ચડી છે અને ચોરી ચુપકે ફોનમાં વાતો કરે છે અને અમારા કહેવામાં નથી. કંઈ કહેવા જતા કઈ માનતી નથી. દસમા ધોરણમાં અભ્યાસ કરે છે તેથી સમજાવા માટે તમારી મદદ જોઈએ છે. અભયમની ટીમે વ્યક્તિગત રીતે યુવતીને સમજાવી કે માતા-પિતા તમને સમજાવે કે સલાહ સુચન આપે તો એમાં ખોટું ના લગાડવાનું હોય. આટલો મા બાપનો હક હોય કે તમને બે શબ્દ કહી અને સમજાવી શકે. હાલ તમારી ભણવાની ઉંમર છે તો તમારે અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે. બધું સંબંધોથી દૂર રહેવું જોઈએ અને જે પણ પ્રેમ સંબંધ હોય એને પણ હવે પછી મૂકી દેવા જોઈએ. અભ્યાસમાં ધ્યાન આપીશ તો સારું ભવિષ્ય બનશે. કાયદાકીય રીતે 16 વર્ષની કિશોરીને સમજાવેલ અને તેણે તેની ભૂલ સ્વીકારી તેના માતા પિતા પાસે માફી માગી હતી.