Get The App

પદ્મવિભૂષણ ઝાકીર હુસેનને વડોદરાની મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે તાલાંજલિ

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
પદ્મવિભૂષણ ઝાકીર હુસેનને વડોદરાની મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે તાલાંજલિ 1 - image


Zakir Hussain Death : પ્રખ્યાત તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ઉસ્તાદ ઝાકીર હુસેનજીના દુઃખદ અવસાનને લઇ મ્યુઝિક કોલેજ વડોદરા ખાતે આજે તાલાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કલા જગતનું દિગ્ગજ નામ અને જેમને પોતાની સંપૂર્ણ જિંદગી તબલા વાદન માટે સમર્પિત કરી દીધી એવા પ્રખ્યાત તબલાવાદક પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેનજીનું સેનફ્રેસિકો ખાતે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. સમગ્ર કલા જગતથી લઈને વિશ્વભરમાં આ સમાચારને લઈને શોકની લાગણી વ્યાપી છે ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક કોલેજ ખાતે આજે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા હેતુ તાલાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તબલા વાદકો જોડાયા હતા. મ્યુઝિક કોલેજના પ્રોફેસર અને સ્ટાફ પણ આ શ્રદ્ધા સુમન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


Google NewsGoogle News