Get The App

જામનગરમાં ઓવર સ્પીડમાં બોલેરોની ગુલાંટ: ત્રણથી ચાર ટુ-વ્હીલરોનો કચ્ચરઘાણ, કોઈ જાનહાની નહીં

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં ઓવર સ્પીડમાં બોલેરોની ગુલાંટ: ત્રણથી ચાર ટુ-વ્હીલરોનો કચ્ચરઘાણ, કોઈ જાનહાની નહીં 1 - image


Jamnagar Accident : જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં શુક્રવારે બપોરે 12.30 વાગ્યાના અરસામાં એક બોલેરો કારના ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. ઓવર સ્પીડમાં આવેલી બોલેરો એકાએક પલટી મારી ગઈ હતી. ત્યારબાદ રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવેલા ત્રણથી ચાર ટુ-વ્હીલર સાથે ટકરાઇ હોવાથી તે વાહનોમાં નુકસાની થઈ હતી, અને ત્યારબાદ પીજીવીસીએલના એક પોલ સાથે ટકરાઈને થંભી ગઈ હતી.

જામનગરમાં ઓવર સ્પીડમાં બોલેરોની ગુલાંટ: ત્રણથી ચાર ટુ-વ્હીલરોનો કચ્ચરઘાણ, કોઈ જાનહાની નહીં 2 - image

 જો કે આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી, અને આસપાસના લોકોએ એકત્ર થઈને અંદરથી બોલેરોના ચાલકને બહાર કાઢી લીધો હતો. પરંતુ કેટલાક ટુવ્હીલરોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જ્યારે બોલેરોમાં પણ નુકસાની થઈ છે. સમગ્ર મામલાની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :