Get The App

વડોદરામાં વાવાઝોડાએ તબાહી મચાવી! 300થી વધુ વૃક્ષો ધરાશાયી, એક વ્યક્તિનું મોત, અનેક વાહનો અને પશુ દબાયા

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
Vadodara Heavy Rain


Vadodara Heavy Rain: વડોદરા શહેરમાં બુધવારે (25મી સપ્ટેમ્બર) 110 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં 300થી વધુ વૃક્ષો ધરાશાયી છે. જેના કારણે 50થી વધુ વાહનો દબાયા છે. ફાયર વિભાગની ટીમ ગઈકાલ સાંજથી રસ્તા પડી ગયેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી છે.

વૃક્ષ પડતા આધેડનું મોત

વડોદરા શહેરની સાથે જિલ્લાના અનેક વિસ્તારમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. ઝાડ નીચે દબાઈ જવાથી પાદરા તાલુકાના પીપળી ગામના કિરણસિંહ રાઠોડનું મૃત્યુ થયું છે. 50 વર્ષીય કિરણસિંહ પાદરાથી પોતાનું બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં નીલગીરીનું ઝાડ તેમના ઉપર પડતા માથામાં ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું.

વડોદરામાં વાવાઝોડાએ તબાહી મચાવી! 300થી વધુ વૃક્ષો ધરાશાયી, એક વ્યક્તિનું મોત, અનેક વાહનો અને પશુ દબાયા 2 - image

વાહનો-પશુઓ દબાયા

વડોદરામાં વાવાઝોડા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની સાથે પશુઓના દબાવાની પણ ઘટનાઓ બની. ગાજરાવાડી વિસ્તારમાં વૃક્ષો નીચે ઘોડા દબાતા હતા જેમને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યા હતા. જ્યારે કિશનવાડી વિસ્તારમાં એક મકાન નજીક બકરા દબાતા તેમને પણ રેસ્ક્યુ કરાયા હતા.

Vadodara Heavy Rain 01

આ પણ વાંચો: ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાએ વડોદરાને ધમરોળ્યું: સીઝનનો 1620 મી.મી. વરસાદ નોંધાયો   

ફાયર વિભાગનો કર્મચારી થયો ઘાયલ

વૃક્ષા હટાવવાની કામગીરી દરમિયાન એક દુર્ઘટના ઘટી. વાઘોડિયા રોડ પર વીજ પુરવઠો ચાલુ રહી જતાં પાણીગઢ પારસ સ્ટેશનના શામળભાઈ નામના ફાયરકર્મીને વીજ કરંટ લાગ્યો. જેના કારણે તેમના હાથમાં ઈજા પહોંચી હતી.  

યુદ્ધના ધોરણે કામગીરી

હાલ યુદ્ધના ધોરણે તૂટી પડેલા વૃક્ષોને હટાવી રસ્તા ખુલ્લા કરવાની તેમજ વાહનો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડને હજુ પણ વૃક્ષો ધરાશાયી થવા સહિતના વિવિધ કોલ મળી રહ્યા છે.

વડોદરામાં વાવાઝોડાએ તબાહી મચાવી! 300થી વધુ વૃક્ષો ધરાશાયી, એક વ્યક્તિનું મોત, અનેક વાહનો અને પશુ દબાયા 4 - image


Google NewsGoogle News