રેલવે સ્ટેશન અને એસટી ડેપોમાં 10,000થી વધુ મુસાફરો અટવાયા
પૂરની પરિસ્થિતિને કારણે વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર લાંબા રૂટની ટ્રેનો સમય કરતા મોડી દોડી રહી છે ત્યારે અનેક મુસાફરો અટવાઈ ગયા છે બહારગામ થી વડોદરા આવનારા એસટી અને રેલ્વે ના અંદાજે 10,000 થી વધુ મુસાફરો અટવાઈ ગયા હતા.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ટ્રેનોને અસર પડી છે.કેટલીક ટ્રેનો રદ કરવી પડી છે.જેમાં 27 ઓગસ્ટની વડોદરા-અમદાવાદ અને અમદાવાદ-વડોદરા મેમુટ્રેનો સમાવેશ થાય છે.
વડોદરા રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર ટ્રેનનો મોડી આવવાને કારણે તેમજ 200 મોડી પડવાને કારણે વડોદરા શહેર થી બહારગામ જનારા અને બહારગામ થી વડોદરા આવનારા એવા 10,000 થી વધુ મુસાફરો અટવાઈ ગયા છે કારણ કે, રેલવે સ્ટેશન અને એસટી ડેપોની આજુબાજુમાં વરસાદી અને ભૂખી કાસના પાણી ફરી વળ્યા છે સાથે સાથે અલકાપુરી ગરનાળુ અને પ્રિય લક્ષ્મી મિલ પાસેનું ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે જેથી મુસાફરો રેલવે સ્ટેશન અને એસટી ડેપોથી બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. જ્યારે કેટલાક મુસાફરો જાન ના જોખમે રસ્તા પર ભરાયેલા પાણીમાંથી ધીરે ધીરે બહાર ચાલીને પણ આવતાનજરે પડતાં હતાં.