Get The App

આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા 1 - image


Surat Corporation : સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશમાંથી આગ વરસતી હોય તેવી ગરમી પડી રહી છે. આ ગરમીના કારણે શહેરીજનોની હાલત કફોડી થઈ રહી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ગરમી વધે તેવી હવામાન ખાતાની આગાહી હોવાથી સુરત પાલિકાએ પાલિકાની બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા મુસાફરોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર પાલિકા ઓ.આર.એસ. અને પાણીની સુવિધા ઉભી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. 

સુરતમાં આકાશમાંથી આગ વરસતી ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને ગરમીનું પ્રમાણ વધુ હોય કામ વિના લોકોને બહાર ન નીકળવા માટે પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામા આવી છે. પરંતુ નોકરી ધંધા કે અન્ય કામ માટે લોકોએ બહાર જવું પડે અને પાલિકાની બસ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. આવા સમયે પાલિકાની બસના મુસાફરોને ગરમીથી બચાવવા પાલિકાના બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા ઉભી કરવામાં આવી છે. 

આકાશમાંથી આકરી ગરમી વધી રહી છે ત્યારે બસમાં મુસાફરી કરનારા મુસાફરોને હિટ સ્ટ્રોક તેમજ ડિહાઇડ્રેશનની ભીતિ રહેલી છે. આવા સમયે ઉધનામાં આવેલા 20 બસ સ્ટેન્ડ પર પાણી અને ઓઆરએસની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ દરેક બસ સ્ટેન્ડ પર ઓઆરએસના પેકેટ તથા ઠંડા પાણીના કુલર મુકવામાં આવ્યા છે. આ બસ સ્ટેન્ડ પર હાજર કર્મચારીઓ મુસાફરોને તેમજ બસ સ્ટેન્ડ પરથી અવાર જવર કરતા લોકોને ઠંડુ પાણી આપી રહ્યાં છે. સાથે સાથે મુસાફરોને ગરમીથી બચવા માટે ક્યા પ્રકારની તકેદારી રાખવી તે માટે સમજણ પણ આપી રહ્યાં છે.

Tags :