Get The App

ઓરીસ્સાનો વેપારી સુરતની પેઢી પાસેથી લગેજ ફેબ્રિક્સ મંગાવી બાકી પેમેન્ટ રૂ. 14.57 લાખ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર

Updated: Dec 31st, 2021


Google News
Google News
ઓરીસ્સાનો વેપારી સુરતની પેઢી પાસેથી લગેજ ફેબ્રિક્સ મંગાવી બાકી પેમેન્ટ રૂ. 14.57 લાખ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર 1 - image


- શરૂઆતમાં થોડું પેમેન્ટ ચૂકવી બાદમાં બાકી પેમેન્ટની ઉઘરાણી કરતા સુરતની પેઢીના મેનેજરને જાનથી મારી નાખવાની ધમકી આપી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર

સુરતની પેઢી પાસેથી રૂ.18.57 લાખનું લગેજ ફેબ્રિક્સ મંગાવી તેમાંથી માત્ર રૂ.4 લાખ ચૂકવી બાકી પેમેન્ટ રૂ.14.57 લાખ ચૂકવ્યા વિના ઓરીસ્સાનો વેપારી ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સ્થિત રીંગરોડ સાગર બિલ્ડીંગ દુકાન નં.111 અરીહંત આવાસ ખાતે કર્ણી ફેબકોમ એલ.એલ.પી. નામની પેઢી લગેજ અને સ્કૂલ બેગ ફેબ્રિક્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે. વર્ષ 2019 માં પેઢીના ભાગીદાર પંકજકુમાર દાગા સાથે તેમના ઓરીસ્સાના કટકમાં રહેતા સંબંધીનો રેફરન્સ આપી મોબાઈલ ફોન પર વાત કરતા વેપારી સંતોષ પન્નાલાલ બાંઠીયાએ જણાવ્યું હતું કે તે બેગ ફેકટરીના નામે કટક સદર ચાંદની ચોક બાખરાબાદ બાંઠીયા નિવાસમાં લગેજ બેગ બનાવે છે. જો તેઓ તેની સાથે વેપાર કરશો તો ઘણો ફાયદો થશે તેમ કહી તેણે 60 દિવસમાં પેમેન્ટનો પણ વાયદો કર્યો હતો.આથી ગત 9 સપ્ટેમ્બર 2019 થી 3 જાન્યુઆરી 2020 દરમિયાન કર્ણી ફેબકોમમાંથી તેને કુલ રૂ.18,57,117 નું લગેજ ફેબ્રિક્સ મોકલ્યું હતું.

સંતોષ બાંઠીયાએ તેમાંથી માત્ર રૂ.4 લાખ ચૂકવ્યા હતા. જયારે બાકીના પેમેન્ટ માટે જયારે કર્ણી ફેબકોમના મેનેજર શિવશંકર મોતીલાલ દાગા ( ઉ.વ.24, રહે.બી-10-9904, મોર્ડન ટાઉન રેસીડેન્સી, સારોલી, સુરત ) એ વારંવાર ફોન કરી પેમેન્ટની માંગણી કરી જરૂર પડે ઓરીસ્સા આવવાની અવત કરી તો સંતોષ બાંઠીયાએ ધમકી આપી હતી કે જો પેમેન્ટ માટે ઓરીસ્સા આવ્યો તો સુરત પાછો જશે નહીં. ત્યાર બાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને પોતાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે સલાબતપુરા પોલીસે ગતરોજ અરજીના આધારે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :
Orissa-TraderLuggage-FabricsCheatedSurati-Firm

Google News
Google News