૧૪મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
ઇ - ચલણની ચૂકવણી પણ લોક અદાલતમાં કરી શકાશે
વડોદરા, કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા નેશનલ લિગલ સવસિસ ઓથોરીટીના નેજા હેઠળ આગામી ૧૪ મી ડિસેમ્બરે આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોક અદાલતમાં વડોદરા શહેર તથા તેમજ તાલુકાની કોર્ટમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, ચેક રિટર્નના ,ફકત નાણાંની વસુલાતના, મજૂર તકરારના, ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારના (છૂટાછેડા સિવાયના), જમીન સંપાદન રેફરન્સના, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિ ના લાભોને લગતા મહેસૂલ તેમજ અન્ય દિવાની કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે.
વધુમાં, સી.સી.ટી.વી. કંટ્રોલરૃમ, ટ્રાફિક પોલીસ, વડોદરા ઘ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ ઈ-ચલણ આપવામાં આવે છેે. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે બાકી લેણાં માટેની કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી.