Get The App

મગદલ્લામાં યુવાનના અંગદાનથી ચાર વ્યકિતને નવજીવન મળશે

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
મગદલ્લામાં યુવાનના અંગદાનથી ચાર વ્યકિતને નવજીવન મળશે 1 - image


- મૂળ નેપાળનો વતની ૨૩ વર્ષીય નબરાજ ભુજેલના હૃદય, લિવર અને બે કિડની દાન કર્યુ : સિવિલમાં બાવનમું સફળ અંગદાન

 સુરત,:

મગદલ્લા ખાતે રહેતા અને રસોઈકામ કરતો યુવાનના લિવર, બે કિડની અને હૃદયના દાનથી ચાર જરૃરિયાતમંદ દર્દીઓને નવજીવન મળતા તેના પરિવારે માનવતા દાખવીને સમાજને નવી દિશા બતાવી હતી.

મગદલ્લામાં યુવાનના અંગદાનથી ચાર વ્યકિતને નવજીવન મળશે 2 - image

પ્રાપ્ત વિગત મુજ મુળ નેપાળમાં અનચલમાં ધનુસા વતની અને હાલમાં મગદલ્લામાં ભાટીયા ફાર્મમાં રહેતો ૨૩ વર્ષીય નબરાજ બહાદુરભાઇ ભુજેલ ત્યાં રસોઈ કામ સાથે સંકળાયેલો હતો. જોકે ગત તા.૧લીએ મોડી રાતે ઉધના દરવાજા ખાતે ભાઇ અને બહેનને મળી બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે પીપલોદ ખાતે બીગબજાર નજીક રોડ બાઇકનો અકસ્માત થતા તેને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને ૧૦૮માં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજનું નિદાન થયુ હતુ. બાદ તા.૪થીએ રાત્રે ડોકટરોની ટીમે તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતા. જયારે તેમના પરિવારના સભ્યોને ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, નસગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવતા સમંતિ આપી હતી. જયારે તેમની કિડની અને લીવરને અમદાવાદની હોસ્પિટલમાં અને અમદાવાદની અન્ય હોસ્પિટલમાં હૃદય લઇ જવામાં આવ્યા હતા. જયારે સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ ડોકટરો અને નસગ સ્ટાફ સહિતનોઓ સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૫૨ મુ અંગદાન થયું છે. જયારે તેમને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે.


Google NewsGoogle News