Get The App

ત્યક્તા પત્ની- સંતાનોને માસિક રૃ.૧૧ હજાર ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
ત્યક્તા પત્ની- સંતાનોને માસિક રૃ.૧૧ હજાર ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ 1 - image



સુરત

ભરણપોષણથી બચવા પત્ની બ્યુટીપાર્લરનું કામ કરતી હોવાનું જણાવ્યા બાદ પુરાવા રજૂ કર્યા નહોતા

     

પત્ની બ્યુટીપાર્લરનું કામ કરતી હોવાનું જણાવી ભરણપોષણ ચૂકવવા ઇન્કાર કરનાર પતિને સુરત ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ જજ એમ.એન.મન્સુરીએ માસિક રૃ.11 હજાર ભરણપોષણ અરજી તારીખથી પત્નીને ચૂકવી આપવા હુકમ કર્યો છે.

પાલનપુર પાટીયા ખાતે રહેતા લક્ષ્મીબેનના લગ્ન વર્ષ-2005માં જયેશભાઈ સાથે થયા બાદ એક પુત્ર, એક પુત્રીનો જન્મ થયો હતો.પરંતુ લગ્નજીવનના ટુંકાગાળામાં સંયુક્ત પરિવારમા રહેતા લક્ષ્મીબેન પરણીતા તરીકે તમામ જવાબદારી તથા ફરજ નિભાવતા હોવા છતાં પતિ-સાસરીયા દ્વારા નજીવી બાબતે તકરાર કરીને મેણાં ટોણાં મારી મારતા હતા. પતિ દ્વારા પત્નીના ચારિત્ર્ય પર આક્ષેપો કરીને તું મને નથી ગમતી અમારે તને રાખવી જ નથી તેમ કહીને મારઝુડ કરીને ત્રાસ આપતા હતા. છતાં બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને પત્ની લક્ષ્મીબેને પિયરમાં રહ્યા બાદ સાસરીયે પરત ફર્યા હતા.

ત્યારબાદ પણ પતિ-સાસરીયાના વલણમાં કોઈ ફેરફાર ન થતાં વર્ષ-2018માં લક્ષ્મીબેને સંતાનો સાથે પિયરમાં આશરો લીધો હતો. પરંતુ પતિએ પત્ની સંતાનોને તેડી જવા કે ભરણ પોષણની કોઈ સગવડ ન કરતાં પત્નીએ પ્રીતીબેન જોશી મારફતે પતિ સાસરીયા વિરુધ્ધ ઘરેલું હિંસાના કાયદા હેઠળ ભરણ પોષણ માંગ્યું હતું. જેના વિરોધમાં પતિ જયેશભાઈ તરફે એવી રજુઆત થઇ હતી કે, પત્ની બ્યુટીપાર્લરનું કામ કરતીને પોતાની ગુજરાન ચલાવી શકે તેવી સક્ષમ આવક ધરાવે છે. પરંતુ તે અંગેના પુરાવા કોર્ટના રેકર્ડ પર લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી કોર્ટે અરજદાર પત્ની-સંતાનોને માસિક રૃ.11 હજાર ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ કર્યો છે.


suratcourt

Google NewsGoogle News