રાજ્ય ધોરીમાર્ગ સહિતના રસ્તાઓ પરના ગેરકાયદે દબાણ હટાવવા આદેશ
બોટાદની માર્ગ-મકાન પેટા વિભાગ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા
દબાણકર્તાઓને ૭ દિવસનો અપાયેલો સમય ઃ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ માર્ગ-મકાન વિભાગ દ્વારા દબાણ દૂર કરવામાં આવશે
આ અંગેની વિગતમાં સ્ટેટ હાઈ-વે, મુખ્ય જિલ્લા રોડ તથા વિલેજ રોડની બાજુની જમીન એટલે કે રાઈટ ઓફ વે (આર.ઓ.ડબલ્યુ.) અલગ-અલગ હોય છે. જેમાં સ્ટેટ હાઈવે રોડની કુલ આર.ઓ.ડબલ્યુ. ૩૦ મીટર, મુખ્ય જિલ્લા રોડની કુલ આર.ઓ.ડબલ્યુ. ૨૪ મીટર તથા વિલેજ રોડની કુલ આર.ઓ.ડબલ્યુ. ૧૨ મીટર છે. તેમજ સરકાર દ્વારા થયેલ જમીન સંપાદન મુજબ જે-તે લગત સ્થળોએ આર.ઓ.ડબલ્યુ.ની પહોળાઈમાં વધારો થવા પામેલ છે. જે મુજબ રસ્તાની માલિકીની જમીનની હદમાં જે-તે લગત બાંધકામો/શેડ/ દુકાનો/ મકાનો/ તાર ફેન્સીન્ગ તથા અન્ય લગત તમામ દબાણો કચેરીની પૂર્વ મંજુરી લીધા વગર કરવામાં આવેલ છે. તેવા તમામ પ્રકારના દબાણો કચેરીના લગત રસ્તાની હદમાં (લગત રસ્તાની મધ્ય રેખાથી બંને બાજુ) આવતા દબાણને આગામી દિન ૭માં સ્વ-ખર્ચે અને જોખમે દૂર કરવાના રહેશે, અન્યથા જો આમ કરવામાં કસૂરવાર ઠરશો તો દબાણ કચેરી દ્વારા તથા સરકારના અન્ય વિભાગ મારફત દબાણકર્તાના ખર્ચે અને જોખમે સ્થળ પરથી જે-તે સ્થિતિમાં સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આગામી સમયમાં દૂર કરવામાં આવશે.
સ્ટેટ હાઈ-વે કક્ષાના રસ્તાની મધ્ય રેખાથી ૧૫ મીટર સુધીની હદમાં દબાણો દૂર કરવા, મુખ્ય જીલ્લા કક્ષાના રસ્તાની મધ્ય રેખાથી ૧૨ મીટર સુધીની હદમાં દબાણો દૂર કરવા, વિલેજ કક્ષાના રસ્તાની મધ્ય રેખાથી ૬ મીટર સુધીની હદમાં દબાણો દૂર કરવા, જમીન સંપાદન થયેલ/થનાર હશે તો ઉકત વિગતોમાં જે તે સંપાદન મુજબ લગત દબાણની હદ લાગુ પડશે.
જે-તે લગત બાંધકામો જો કચેરીના લગત અભિપ્રાય મુજબ સ્થળ પર નહીં જણાય (બાંધકામ રેખા/ નિયંત્રણ રેખાના શરત ભંગમાં આવતા હોય તેવા તમામ) તેવા બાંધકામો પણ દૂર કરવા ઉચ્ચ કક્ષાએ જાણ કરાશે. જેની નોંધ લઇ લગત દબાણકર્તાઓએ જરૂરી આધાર પુરાવા કચેરીને તા. ૩૧-૧૨-૨૦૨૪ સુધીમાં રજુ કરવા માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.