Get The App

રૃા.11.50 લાખના લેણાં વ્યાજ સહિત ચુકવવા હુકમ

ઉધાર માલની ખરીદીના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થતાં લેણાં વસુલાત માટે કોર્ટ ફરિયાદ કરી હતી

Updated: Dec 26th, 2023

GS TEAM


Google News
Google News

 

રૃા.11.50 લાખના લેણાં વ્યાજ સહિત ચુકવવા હુકમ 1 - image

સુરત

ઉધાર માલની ખરીદીના પેમેન્ટ પેટે આપેલા  ચેક રીટર્ન થતાં લેણાં વસુલાત માટે કોર્ટ ફરિયાદ કરી હતી

      

રૃ.11.50 લાખના લેણાંની વ્યાજ સહિત વસુલાત માટે વાદીએ કરેલા સીવીલ સ્યૂટને પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ એસ.એ.ગલેરીયાએ અંશતઃ મંજુર કરી વાર્ષિક 6 ટકાના વ્યાજ સહિત 11.50 લાખ ચુકવી આપવા પ્રતિવાદીને હુકમ કર્યો છે.

પાંડેસરા બીઆરસી કોલોનીમાં રહેતા સનરાઈઝ માર્કેટીંગ એન્ડ સર્વિસીસના સંચાલક વાદી લેજસ હેમંતરાય દેસાઈએ ફેબુ્રઆરી થી માર્ચ-2019 દરમિયાન કુલ રૃ.11.50 લાખનો ઉધાર માલનો જથ્થો પ્રતિવાદી પીંકલ રસીકલાલ શાહ(રે.આમ્રપાલી સોસાયટી, મજુરાગેટ)ને વેચાણ આપ્યો હતો.જેના  પેમેન્ટ પેટે પ્રતિવાદીએ આપેલા 12 ચેક વાદીએ બેંકમાં વટાવવા નાખતાં રીટર્ન થતા એડવોકેટ અલ્પેશ કે.ઠક્કર મારફતે 11.50 લાખના લેણાં વ્યાજ સહિત વસુલ અપાવવા સીવીલ કોર્ટમાં ધા નાખી હતી. સુનાવણી દરમિયાન વાદી તરફેની રજુઆતો તથા રેકર્ડ પર આવેલા પુરાવાને લક્ષમાં લઈને સીવીલ કોર્ટે વાદીના સીવીલ સ્યુટને અંશતઃ મંજુર કર્યો હતો. કોર્ટે વાદીની લેણી રકમ 6 ટકાના વ્યાજ સહિત ચુકવી આપવા પ્રતિવાદીને હુકમ કર્યો છે.


Tags :