Get The App

અકસ્માતમાં મૃતક ઇજનેરીના વિદ્યાર્થીના વારસોને રૃા.15.89 લાખ ચૂકવવા હુકમ

દસ વર્ષ પહેલા વરાછા રહેતા પીઠાવાલા કોલેજનો વિદ્યાર્થી મિત્ર સાથે બાઇક પર પાછળ બેસી જતો હતો ત્યારે ટ્રકે અડફટે લીધા હતા

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News



અકસ્માતમાં મૃતક ઇજનેરીના વિદ્યાર્થીના વારસોને રૃા.15.89 લાખ ચૂકવવા હુકમ 1 - image

સુરત

દસ વર્ષ પહેલા વરાછા રહેતા પીઠાવાલા કોલેજનો વિદ્યાર્થી મિત્ર સાથે બાઇક પર પાછળ બેસી જતો હતો ત્યારે ટ્રકે અડફટે લીધા હતા

દસ વર્ષ પહેલાં ટ્રક હડફેટે મૃત્તક એન્જિનિયરીંગ સ્ટુડન્ટના વારસોએ કરેલી 20 લાખના અકસ્માત વળતરની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ અંશતઃ માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજસહિત કુલ રૃ.15.89 લાખ ચુકવવા ટ્રક ચાલક,માલિક, વીમા કંપનીને હુકમ કર્યો છે.

મોટા વરાછા ખાતે રૃક્ષ્મણી સોસાયટીમાં રહેતા તથા સી.કે.પીઠાવાલા કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા 18 વર્ષીય પ્રીતેશ દિનેશભાઈ પાંભર  તા.12-12-2014ના રોજ પોતાના મિત્ર ધવલ રસીકભાઈ સોજીત્રાની  સાથે મોટર સાયકલની પાછળની સીટ પર બેસીને કોલેજથી ઘરે જતો હતો.જે દરમિયાન ઉધના કેનાલ પાસે રામજીભાઈ દેવસીભાઈ જલોધરા(રે.સપનાનગર સોસાયટી,આંબોલી)ના માલિકીના ટ્રકના ચાલક 28 વર્ષીય અજયકુમાર બ્રિજેન કુમાર દુબે(રે.કેતુનગર,પાંડેસરા) એ બેદરકારીથી ટ્રક ચલાવીને મોટર સાયકલને પાછળથી હડફેટે લીધી હતી.જેથી મોટર સાયકલની પાછળની સીટ પર બેઠેલા પ્રીતેશ પાંભરને ગંભીર ઈજાથી સારવાર દરમિયાન નિધન થયું હતુ.

જેથી મૃત્તકના માતા ભાવનાબેન તથા ભાઈ મિલન પાંભરે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક,માલિક તથા ચોલામંડલમ એમએસ જનરલ ઈન્સ્યુરન્સ કંપની તથા મોટર સાયકલ ચાલક,માલિક તથા વીમા કંપની પાસેથી 20 લાખ અકસ્માત વળતર વસુલ મેળવવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ ટ્રીબ્યુનલ જજે મૃત્તકના વારસોને ઉપરોક્ત વ્યાજસહિત વળતર ચુકવવા હુકમ કર્યો છે. જ્યારે મોટરસાયકલ ચાલક,માલિક વીમા કંપનીને વળતર ચુકવવાની જવાબદારીમાંથી બાકાત રાખવામાં આવી છે.


suratcourt

Google NewsGoogle News