Get The App

ટ્રક અડફટે મૃતક યુવાનના વારસોને 92.76 લાખ વળતર ચુકવવા હુકમ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
ટ્રક અડફટે મૃતક યુવાનના વારસોને 92.76 લાખ વળતર ચુકવવા હુકમ 1 - image


સુરત

12 વર્ષ પહેલા બાઇકસવાર યુવાનને પાછળથી ટક્કર મારતા મોત થયું હતું ઃ રૃા.3.76 કરોડના વળતરની માંગ કરાઇ હતી

    

બાર વર્ષ પહેલાં ટ્રક હડફેટે મૃત્તક યુવાનના વિધવા વારસોની 3.76 કરોડની અકસ્માત વળતર વસુલ અપાવવાની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ પ્રણવ એસ.દવેએ અંશતઃ મંજુર કરી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.92.76 લાખ અકસ્માત વળતર ચુકવવા ટ્રક ચાલક,માલિક તથા વીમા કંપનીની સંયુક્ત તેમજ વિભકત જવાબદારી હોવાનો નિર્દેશ આપતો હુકમ કર્યો છે.

ન્યુ સીટીલાઈટ રોજ જીવુબા પાર્ક ખાતે રહેતા 26 વર્ષીય શ્રેયશ નારાયણભાઈ લેખડીયા ગઈ તા.17-8-2011ના રોજ મોટર સાયકલ ચલાવી રોકડીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતા હતા.જે દરમિયાન મા અન્નપુર્ણા ટી.પી.ટી.એજન્સી લિ.ની માલિકીના ટ્રક ચાલક ઈસરાયલ મુજાદ(રે.ભાઠેના ઉધના)એ બેદરકારીથી ટ્રક ચાલવીને મોટર સાયકલને હડફેટે લેતા ગંભીર ઈજાથી શ્રેયશ લેખડીયાનું નિધન થયું હતુ.જેથી મૃત્તક યુવાનના વિધવા શિવાંગીબેન,માતા પિતા નારાયણભાઈ,હંસાબેન તથા બહેન જીગ્નાશાબેને ટ્રક ચાલક,માલિક તથા ધી ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી કુલ રૃ.3.76 કરોડ અકસ્માત વળતર વસુલ અપાવવા ટ્રીબ્યુનલમાં ધા નાખી હતી.જેની સુનાવણી દરમિયાન અરજદારો તરફે જણાવ્યું હતું કે મૃત્તકની વય માત્ર 26 વર્ષની હતી.મરનાર શ્રેયશ વલ્કલ નામે પાવર લૂમ્સની ફેક્ટરી ચલાવીને વાર્ષિક રૃ.13.81 લાખની આવક ધરાવતા હતા.મૃત્તકની નાની વયે નિધન થવાથી ભવિષ્યની ખોટ પડી છે.મૃત્તક પોતે ઘરનું ગુજરાન ચલાવતો હોઈ તેના આશ્રિતોને પણ નાણાંમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

જેને કોર્ટે માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.92.76 લાખ અકસ્માત વળતર પેટે ચુકવવા ટ્રક ચાલક,માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.


suratcourt

Google NewsGoogle News