Get The App

વાહન અકસ્માતમાં મૃતકના વારસોને 46.93 લાખ વળતર ચુકવવા હુકમ

પાંચ વર્ષ પહેલાં કીમ પોલીસ મથકની હદમાં એમ્બ્રોઇડરી વર્ક કરતાં 27 વર્ષીય ચિંતન નાવડીયાની કારને ટ્રકે અડફટે લીધી હતી

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News


વાહન અકસ્માતમાં મૃતકના વારસોને 46.93 લાખ વળતર ચુકવવા હુકમ 1 - image

સુરત

પાંચ વર્ષ પહેલાં કીમ પોલીસ મથકની હદમાં એમ્બ્રોઇડરી વર્ક કરતાં 27 વર્ષીય ચિંતન નાવડીયાની કારને ટ્રકે અડફટે લીધી હતી

     

આજથી પાંચેક વર્ષ પહેલાં  મદદ-સ્યાદલા રોડ પર ટ્રક હડફેટે ઈકો કારના ચાલકનું  ગંભીર ઈજાથી નિધના થતાં મૃત્તકના વારસોએ ટ્રક ચાલક-માલિક તથા હાયપોથિકેશન માલિક પાસેથી કુલ રૃ. 40 લાખના અકસ્માત વળતરની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ અંશતઃ માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત રૃ.46.23 લાખ 30 દિવસમાં ચુકવવા ટ્રક ચાલક-માલિકને જવાબદાર ઠેેરવતો હુકમ કર્યો છે.

કતારગામ સ્થિત સર્જન એવન્યુમાં રહેતા તથા એમ્બ્રોડરી જોબવર્ક સાથે સંકળાયેલા 27 વર્ષીય ચિંતનકુમાર વલ્લભભાઈ નાવડીયા ગઈ તા.26-2-2019ના રોજ પોતાની ઈકો કાર લઈને મદદથી સ્યાદલા રોડ પરથી પસાર થતા હતા.જે દરમિયાન ટ્રક ચાલક-માલિક વિક્રમસિંહ રાયસંગ ચૌહાણ(રે.ગુજરાત હાઉસીંગ બોર્ડ અમરોલી)એ બેદરકારીથી ટ્રક ચલાવી ઈકો કારને હડફેટે લેતા ગંભીર ઈજાથી ચિંતનકુમાર નાવડીયાનું નિધન થયું હતુ.જેથી મૃત્તકના માતા પિતા કંચનબેન તથા વલ્લભભાઈ કરશનભાઈ નાવડીયાએ સુરેશ સવાણી મારફતે ટ્રક ચાલક-માલિક વિક્રમસિંહ ચૌહાણ તથા હાયપોથીકેશનના સંચાલક કંપની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની પાસેથી કુલ રૃ.40 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન અરજદારો તરફે એવી રજુઆત કરવામાં આવી હતી કે મૃત્તકની વય માત્ર 27વર્ષની હોવા ઉપરાંત એમ્બ્રોડરી જોબવર્ક કરીને માસિક રૃ.28 હજાર આવક ધરાવતા હતા.મૃત્તક ઘરના મોભી હોઈ આકસ્મિક મૃત્યુથી ઘરના સભ્યોને નાણાંમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.જેને ટ્રીબ્યુનલ કોર્ટે રેકર્ડ પરના પુરાવાને ધ્યાને લઈને મૃત્તકના વારસોને ઉપરોક્ત વ્યાજ સહિત વળતર ચુકવવા ટ્રકચાલક-માલિકને જવાબદાર ઠેરવી ટ્રકની હાયપોથિકેશન કંપનીને વળતર ચુકવવાની જવાબદારીમાંથી બાકાત રાખવા નિર્દેશ આપ્યો છે.


suratcourt

Google NewsGoogle News