અકસ્માતમાં મૃતક યુવાનના વારસોને 17.99 લાખ વળતર ચુકવવા હુકમ
મિત્રની કારમાં વતન જતાં એમ્બ્રોડરી મશીનના સંચાલક યુવાનની કારના નેશનલ હાઈ વે પર સિગ્નલ વગર ઉભેલી ટ્રક સાથે ભટકાઇ હતી
સુરત
મિત્રની કારમાં વતન જતાં એમ્બ્રોડરી મશીનના સંચાલક યુવાનની કારના નેશનલ હાઈ વે પર સિગ્નલ વગર ઉભેલી ટ્રક સાથે ભટકાઇ હતી
તેર
વર્ષ પહેલાં મારૃતિ ઝેન તથા ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મૃત્તક યુવાનના
વારસોએ કરેલી 13.07 લાખની અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના
ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ મંજુર કરી મૃત્તકના વારસોને
વાર્ષિક 9 ટકાના વ્યાજ
સહિત કુલ રૃ.17.99 લાખ ચુકવવા ટ્રકચાલક,માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.જ્યારે કારચાલક,માલિક તથા વીમા કંપનીને અકસ્માત વળતર ચુકવવાની જવાબદારીમાંથી બાકાત રાખવા
નિર્દેશ આપ્યો છે.
મૂળ ભાવનગર ગારીયાધારના વતની 35 વર્ષીય સંજય પાંચાભાઈ વીરડીયા(રે.જનતા એપાર્ટમેન્ટ,વરાછારોડ) ગઈ તા.6-6-2010ના રોજ પોતાના મિત્ર નિલેશભાઈ માવજીભાઈ લાખાણીની માલિકીની મારૃતિઝેન કારના ચાલક સંજય પોપટભાઈ સવાણી(રે.સજાવટ પેલેસ,એલ.એચ.રોડ) સાથે સુરતથી પોતાના વતન ગારીયાધાર જતાં હતા.જે દરમિયાન નેશનલ હાઈવે પર કોઈપણ જાતના સિગ્નલ,રિફલેકટર્સ કે આડસ રાખ્યા વિના વશરામભાઈ અરજણભાઈ ડાંગર(રે.કારદેજ વરતેજ જી.ભાવનગર)ની માલિકીના ટ્રકના ચાલક કુવરસિંગ જામસિંહભાઈ ચુડાસમા(રે.સાંઢડીયા તા.ધંધુકા જિ. ભાવનગર)એ ટ્રક પાર્ક કર્યો હતો.
જેના કારણે કાર ચાલક સંજય સવાણીએ હાઈ વે પર સિગ્નલ વગર પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગેથી કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાથી સંજય વીરડીયાનું નિધન થયું હતુ.જેથી મૃત્તકના વારસો પિતા પાંચાભાઈ માતા સમજુબેન તથા ભાઈ સુરેશભાઈ વીરડીયાએ ટ્રકચાલક,માલિક, તથા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપની તથા કાર ચાલક,માલિક પાસેથી 13.07 લાખનું વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન મૃત્તકના વારસો તરફે જણાવ્યું હતું કે અકસ્માત સમયે મૃત્તકની વય ૩૫ વર્ષની હતી.જ્યારે એમ્બ્રોડરી મશીન પર કામ કરીને વાર્ષિક 1.48 લાખ આવક ધરાવતા હતા.જેને ટ્રીબ્યુનલ જજે માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત 17.99 લાખ વળતર પેટે ચુકવવા ટ્રક ચાલક,માલિક અને વીમા કંપનીને હુકમ કર્યો હતો.જ્યારે ટ્રીબ્યુનલ કોર્ટે કાર ચાલક,માલિક અને વીમા કંપનીને અકસ્માત વળતર ચુકવવામાંથી બાકાત રાખવા નિર્દેશ આપ્યો છે.