Get The App

અકસ્માતમાં મૃતક સોફ્ટવેર કન્સલ્ટન્ટ યુવાનના વારસોને 1.33 કરોડ વળતર ચુકવવા હુકમ

જુન-2009માં સુરતથી મુંબઈ જતી વેળા ચાલકે કાબૂ ગુમાવતા સ્વિફ્ટ કાર પલટી જતા 38 વર્ષના નેવીલ જોશીનું મૃત્યું થયું હતું

Updated: Dec 11th, 2023

GS TEAM


Google News
Google News


અકસ્માતમાં મૃતક સોફ્ટવેર કન્સલ્ટન્ટ યુવાનના વારસોને 1.33 કરોડ વળતર ચુકવવા હુકમ 1 - image

સુરત

જુન-2009માં સુરતથી મુંબઈ જતી વેળા ચાલકે કાબૂ ગુમાવતા સ્વિફ્ટ કાર પલટી જતા 38 વર્ષના નેવીલ જોશીનું મૃત્યું થયું હતું

      

14 વર્ષ પહેલાં સ્વીફ્ટ કારના ચાલકે સર્જેલા અકસ્માતમાં સોફ્ટવેર કન્સલ્ટંટ યુવાનનું નિધન થતાં મૃત્તકના વિધવા વારસોની રૃ. 90 લાખના ક્લેઈમને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ. દવેએ મંજુર કરી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ. 1,33,19,208 અકસ્માત વળતર પેટે ચુકવવા કારચાલક-માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.

રાંદેર રોડ સ્થિત બેંક ઓફ ઈન્ડીયા સોસાયટીમાં રહેતા 38 વર્ષીય નેવીલ બહેરામ જોશી તા.25-9-2009ના રોજ સ્વીફ્ટ કારમાં બેસીને સુરતથી મુંબઈ જતાં હતા.જે દરમિયાન સ્વીફ્ટ કારના ચાલક-માલિક વિનોદચંદ્ર નટવરલાલ ફ્રુટવાલા(રે.ઉત્સવ રો હાઉસ,આનંદ મહેલ રોડ, અડાજણ)એ કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઉંધી વળી ગઈ ગઈ હતી. જેના કારણે ગંભીર ઈજાથી નેવીલ જોશીનું સારવાર બાદ નિધન થયું હતુ.

જેથી મૃત્તક યુવાનના વિધવા પત્ની પારૃલબેન,સંતાનો તુષનાઝ તથા યેઝદી જોશીએ સ્વીફ્ટ કારના ચાલક-માલિક વિનોદચંદ્ર ફ્રુટવાલા તથા બજાજ એલ્યાન્ઝ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વાર્ષિક 12 ટકા લેખે રૃ.90 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન મૃત્તકના વારસો  તરફે જણાવ્યું હતું કે મૃત્તકની વય માત્ર 38 વર્ષ 6 મહીનાની હતી.મૃત્તક યુવાન રીંગરોડ સ્થિત ગોલવાલા માર્કેટમાં મે.એસ.જી.ઈન્ફોર્મેટીક્સના નામે સોફ્ટવેર-હાર્ડવેર કન્સલ્ટીંગ કરીને માસિક રૃ.79,165ની આવક ધરાવતા હતા.મૃત્તકની નાની વયમાં વાહનઅકસ્માતમાં નિધન થતાં મૃત્તકના વિધવા પત્ની સંતાનોએ ઘરના મોભીની છત્રછાયા કાયમ માટે ગુમાવી છે.જેથી ભવિષ્યની ખોટ,મેડીકલ ખર્ચ,શોક એને દુઃખ સહિત કુલ રૃ.90 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકા લેખે કુલ રૃ.1.33 કરોડ અકસ્માત વળતર ચુકવવા હુકમ કર્યો છે.


Tags :