Get The App

બે પ્લોટ ધારકોને બુકિંગના નાણાં વ્યાજ સહિત પરત આપવા ઓર્ગેનાઈઝરને હુકમ

શુકન રેસીડેન્સીમાં 17 લાખમાં પ્લોટ બુકીંગના નાણાં બે મહિલા પાસેથી લઇ ચાર વર્ષ સુધી બાધકામ કર્યું નહોતું, રીફંડના ચેક રિટર્ન થયા હતા

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News


બે પ્લોટ ધારકોને બુકિંગના નાણાં વ્યાજ  સહિત પરત આપવા  ઓર્ગેનાઈઝરને હુકમ 1 - image 

સુરત

શુકન રેસીડેન્સીમાં 17 લાખમાં પ્લોટ બુકીંગના નાણાં બે મહિલા પાસેથી લઇ ચાર વર્ષ સુધી બાધકામ કર્યું નહોતું, રીફંડના ચેક રિટર્ન થયા હતા

      

બે પ્લોટ ધારક મહીલાએ આપેલા પ્લોટ બુકીંગના નાણાં છતાં ચાર વર્ષ સુધી બાંધકામ શરૃ ન કરી પરત આપેલા નાણાંના ચેક રીટર્ન થતાં ઓર્ગેનાઈઝરની ગ્રાહક સેવામાં ક્ષતિ બદલ પ્લોટ ધારક મહીલાને સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય પુર્વીબેન જોશી,ડૉ.તિર્થેશ મહેતાએવાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત 2.50 લાખ તથા 2.60 લાખ તથા ફરિયાદખર્ચ અને હાલાકી બદલ રૃ.5 હજાર હુકમ કર્યો છે.

લાલદરવાજા વિસ્તારમાં રહેતા ફરિયાદી કોકીલાબેને કાયસ્થે જુલાઈ-2017માં શુકન રેસીડેન્સીના બાંધકામ પ્રોજેક્ટમાં રૃ.17 લાખના અવેજના બદલ  પ્લોટ નં.170 તથા જ્યોતિબેન કાયસ્થે પ્લોટ નં.119 બુકીંગ કરાવ્યો હતો.ફરિયાદી પ્લોટ ધારક મહીલાએ  બાંધકામ પ્રોજેક્ટના ઓર્ગેનાઈઝરને અનુક્રમે રૃ.2.44 તથા 2.55 લાખનું પેમેન્ટ ક્રમાનુસાર કર્યું હતુ.પરંતુ  રો હાઉસનું બાંધકામ ચાર વર્ષ બાદ પણ શરૃ ન થતાં તથા ઓર્ગેનાઈઝર દ્વારા યોગ્ય સંતોષકારક જવાબ ન આપતાં બુકીંગના નાણાં પરત માંગ્યા હતા.જેથી ઓર્ગેનાઈઝર દ્વારા પ્લોટ ધારકોને બુકીંગના નાણાંનું રીફંડ પેટે લેણી રકમના ચેક લખી આપ્યા હતા.જેને ફરિયાદીએ વટાવવા નાખતાં અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા.

જેથી બંને પ્લોટ ધારક મહીલાએ શુકન રેસીડેન્સીના ઓર્ગેનાઈઝર વિજય તથા જયદિપ ફીનવીયા વિરુધ્ધ ઈશાન શ્રેયશ દેસાઈ મારફતે ગ્રાહક સેવામાં ખામી બદલ વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે ફરિયાદી પ્લોટ ધારકો પાસેથી બુકીંગના નાણાં મેળવ્યા બાદ પણ સમયસર બાંધકામ ન કરી આપીને ઓર્ગેનાઈઝર્સ દ્વારા ગ્રાહક સેવામાં અનફેર ટ્રેડ પ્રેકટીશ આચરી છે.જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી બંને પ્લોટધારક મહીલાને વ્યાજ સહિત બુકીંગના નાણાં તથા ફરીયાદ ખર્ચ અને હાલાકી બદલ ઉપરોક્ત વળતર ચુકવવા ઓર્ગેનાઈઝરને હુકમ કર્યો છે.


suratcourt

Google NewsGoogle News