જામનગરમાં ચેક પરત ફરવાનાં કેસમાં આરોપીને દંડ સજાનો હુકમ
જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા ચંદ્રેશ ચાંદ્રા પાસેથી જામનગર મુકામે રહેતા પ્રતિક દીપકભાઈ કેશોર એ સંબંધદાવે હાથ ઉછીના ૧,૯૦, ૦૦૦ ઉછીના લીધા હતા તેની પરત ચૂકવણી માટે પ્રતિક કેશોર દવારા ચેક આપવામાં આવ્યો હતો.
જે ચેક પરત ફરતા ચંદ્રેશ ચાંદ્રા દવારા જામનગર ની અદાલત મા ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ અદાલત મા ચાલી જતા ન્યાયધીશ બી આર દવે એ આરોપી પ્રતીક દીપકભાઈ કેશોર ને એક વર્ષ ની સાદી કેદ ની સજા તથા રૂા.૧,૯૦, ૦,૦૦૦ નો દંડ અને દંડ ની ૨કમ વળતર પેટે ફરીયાદી ને ચુકવી આપવાનો હુકમ કરેલ છે.
જો દંડ ની ૨કમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસ ની સજા નો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી તરકે વકીલ ભગીરથસિંહ ઝાલા તથા કે.વી. રાજાણી રોકાયા હતા.