Get The App

રાજકોટમાં ઓરબીટ-લાડાણી ગ્રુપને ત્યાંથી 250 કરોડનાં બિનહિસાબી વ્યવહારો મળ્યા

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં ઓરબીટ-લાડાણી ગ્રુપને ત્યાંથી 250 કરોડનાં બિનહિસાબી વ્યવહારો મળ્યા 1 - image


જાણીતા બિલ્ડર ગ્રુપને ત્યાં બીજા દિવસ આવકવેરા વિભાગની તપાસ  :  જુદી-જુદી સહયોગી પેઢીઓ સાથેનાં આર્થિક વ્યવહારોની વિગતો લેપટોપમાંથી બહાર આવી : કરચોરીનો આંક કરોડો રૂા.ને આંબી જાય તેવી શકયતા

રાજકોટ, : રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં ઉપપ્રમુખ અને લાડાણી એસોસીએટસનાં દિલીપભાઈ લાડાણી તેમજ વિનેશ પટેલનાં ઓરબીટ ગ્રુપ સાથે સંકળાયેલી  40 સહયોગી પેઢીઓ ઉપર ગઈકાલથી આવકવેરાનાં 150 થી વધુ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન રૂા. 250 કરોડનાં બિનહિસાબી આર્થિક વ્યવહારો બહાર આવ્યા હોવાનું આજે જાણવા મળ્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી હજુ બે દિવસ ચાલે તેવી સંભાવના દર્શાવી ત્યાર બાદ કરચોરીની સતાવાર વિગતો બહાર આવશે તેમ જણાવ્યું હતું.

રાજકોટમાં ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસીએટસ સાથે સંકળાયેલી જુદી-જુદી પેઢીઓમાં આવકવેરા વિભાગની કામગીરી  દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસની કામગીરી આજે મોડીરાત્રિ સુધી ચાલુ રહી હતી. આ બંને ગ્રુપ સાથે સંકળાયેલી સહયોગી પેઢી વર્ધમાન, સ્વસ્તિક, ગેલેકસી, દેવિકા ફાઈનાન્સ ઉપરાંત રાધિકા કોર્પોરેશન સહિતની સહયોગી પેઢીના ડાયરેકટરોનાં ઓફિસ રહેઠાણ તેમજ પ્રોજેકટનાં સ્થળો ઉપર આવકવેરા વિભાગનાં અધિકારીઓની ટીમ દ્વારા છાનબીન કરવામાં આવતાં કરોડો રૂા. નાં  બિનહિસાબી આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા. જુદી-જુદી 35 થી 40 જગ્યાએ કરવામાં આવેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી હતી. અલબત હજુ જવેલરી, રોકડ રકમ અને બેંક લોકરો બાબતે તપાસની સતાવાર વિગતો જાહેર થઈ નથી. બિલ્ડર ગ્રુપ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં કરવામાં  આવેલી જમીનની ખરીદી અંગે પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું હતું ? તેની તપાસ કરવામાં આવ્યા બાદ આ પ્રોજેકટમાં રોકાણ કરનાર આસામીઓ અને પ્રોપર્ટી બુક કરાવનાર ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી હતી.

આવકવેરા વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું આજે તપાસ દરમિયાન ઓરબીટ ગાર્ડનનાં પ્રોજેકટમાંથી કેટલીક મહત્વની વિગતો મળી છે. જેના આધારે કરચોરીની મોટી રકમ બહાર આવશે. લાડાણી એસોસીયટસને ત્યાંથી જે લેપટોપ મળી આવ્યું છે. તેમાં ભાગીદારો, રોકાણકારો અને કેટલા ગ્રાહકોનાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. વધુમાં ટાગોર માર્ગ ઉપર આવેલી ઓફિસને પણ સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 


Google NewsGoogle News