Get The App

અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, જુઓ ઓરેન્જ અને યલો એલર્ટની લેટેસ્ટ અપડેટ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Rain


Gujarat Rain : ગુજરાતમાં પાટનગર ગાંધીનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ-ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદ પશ્ચિમમાં નારણપુરા, વાડજ, નવરંગપુરા, થલતેજ, વસ્ત્રાપુર અને બોપલ, ઘુમા, શેલા સહિતના વિસ્તારોમાં સખત વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન અમદાવાદના પૂર્વમાં મણિનગર, ઈસનપુર, ઘોડાસર અને વટવામાં જોરદાર ઝાપટા પડતા ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

બીજી તરફ, ગુજરાતના 18 જિલ્લામાં સાત વાગ્યા સુધી ઓરેન્જ ઓલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ત્યાં વધુ વરસાદ પડશે. 

હવામાન નિષ્ણાત અંબાલાલની પણ આગાહી

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના મહાસાગરમાં ડિપ ડિપ્રેશન સર્જાયું છે. આ કારણસર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને તેની આસપાસના વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદ પડશે. આ દરમિયાન ક્યાંક સાત ઈંચ જેટલો વરસાદ પણ ખાબકશે. 

આ પણ વાંચો : ગુજરાતના 48 જળાશયો ઓવરફ્લો થતાં ઍલર્ટ, સરદાર સરોવરમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ

દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં તો ત્રીજી ઓગસ્ટની સવારથી વરસાદ શરૂ થઈ ગયો હતો. આ કારણસર અનેક સ્થળો જળબંબાકાર છે. અહીં તાપી અને તેની પેટા નદીઓમાં પણ જળસ્તર વધી ગયું છે. બીજી તરફ, હવામાન વિભાગે ત્રીજી ઓગસ્ટે રાતના આઠેક વાગ્યા સુધી 18 જિલ્લામાં ઓરેન્જ જાહેર કર્યું છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને બોટાદ સામેલ છે. અહીં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો : કેદારનાથમાં વરસાદી આફત: લીનચોલીમાં ફસાયેલા 150 શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કરાયા

અમદાવાદ સહિતના શહેરોમાં યલો એલર્ટ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના ત્રીજી ઓગસ્ટે મોડી રાત સુધી 15 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લામાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર સામેલ છે. 

આ પણ વાંચો : હાઈવે પર ભુવામાં આખેઆખી ટ્રક ગરકાવ, ખેડૂત નેતાએ કહ્યું- રાખમાંથી રસ્તા બનાવે છે 'ભ્રષ્ટાચારીઓ'

12થી 15 ઓગસ્ટ સુધી લૉ પ્રેશર સિસ્ટમ

હવામાન નિષ્ણાત અંબાલાલે માહિતી આપી છે કે, ઉત્તર ગુજરાતમાં 12થી 15 ઓગસ્ટ સુધી એક લૉ પ્રેશર સિસ્ટમ સર્જાશે. ખાસ કરીને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે આ દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડશે. ત્યાર પછી વરસાદ શાંત થઈ જશે, પરંતુ 17મીથી 28 ઓગસ્ટ સુધી ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે, જેથી ઉપરોક્ત સ્થળોએ સામાન્ય વરસાદ પડશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, જુઓ ઓરેન્જ અને યલો એલર્ટની લેટેસ્ટ અપડેટ 2 - image


Google NewsGoogle News