જામનગરમાં પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ, પોલીસે યુવાનોની અટકાયત કરી

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ, પોલીસે યુવાનોની અટકાયત કરી 1 - image


Lok Sabha Elections 2024: ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને ઠેર-ઠેર રૂપાલા અને ભાજના વિરોધમાં બેનરો લાગી રહ્યા છે અને રૂપાલીની ટિકિટ રદ કરવાની ઉગ્ર માગ કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના બુથ સંમેલન કાર્યક્રમના મુખ્ય ગેટ પાસે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાળા વાવટા ફરકાવ્યા હતા. પરંતુ ક્ષત્રિય યુવાનો કાર્યક્રમના સ્થળની અંદર પહોંચે તે પહેલા પોલીસે આ તમામની અટકાયત કરી હતી.

જામનગરમાં યોજાયેલા ભાજપના બુથ સંમેલનના કાર્યક્રમની બહાર ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરો, રૂપાલા હાય હાયના નારા લગાવીને ભારે વિરોધ કર્યો હતો. જો કે, પોલીસે આ તમામ ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી હતી અને પોલીસ હેડ ક્વાર્ટરમાં લઈ જવાયા હતા.

જામનગરમાં પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ, પોલીસે યુવાનોની અટકાયત કરી 2 - image


Google NewsGoogle News