કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે, હજુ ખરશે, તેમના મૂળિયા ઉખેડવાના છેઃ વજુભાઈ વાળા
ભાજપે ગુજરાતમાં ચૂંટણીને લઈને તૈયારી શરુ કરી દીધી
ભાજપે રાજકોટ સહિત રાજ્યની તમામ 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યલયો શરુ કર્યા
vajubhai wala Big statemen on Congress : દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે ગુજરાતમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. આ માટે ભાજપે રાજકોટ સહિત રાજ્યની તમામ 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યલયો શરુ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ ખાતે પણ લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યલય ખોલવામાં આવ્યું હતું જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડવાના છે.
કોંગ્રેસના મૂળિયા ઉખેડવાના છે : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ
એકબાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસનું સખ્યાબળ તુટી રહ્યું છે અને રાજીનામાનો દોર યથાવત છે ત્યારે ભાજપે ગુજરાતમાં ચૂંટણીને લઈને તૈયારી શરુ કરી દીધી છે. ભાજપ ચૂંટણીને લઈને એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને લોકસભાની રાજકોટ સહિતની તમામ 26 બેઠકો પર જંગી લીડ સાથે જીતાડવાના નારા સાથે મધ્યસ્થ ચૂંટણી કાર્યલયો શરુ કરી આવ્યા છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યલય ખોલવામાં આવ્યું હતું જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં 1 બેઠકમાંથી 156 બેઠકો સુધી પહોંચી ગયા છીએ અને કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડવાના છે.
મે ક્યારેય મગજમાં ગર્વનરનો વિચાર રાખ્યો નથી : વજુભાઈ વાળા
વજુભાઈ વાળા આગળ બોલતા કહ્યું હતું કે 'મે ક્યારેય મગજમાં ગર્વનરનો વિચાર રાખ્યો નથી.' આજે આ ઉદ્ધાટન પ્રસંગે જે કાર્યકર્તાઓ તડકામાં ઉભા છે અને ખુરશીઓ ખૂટી પડી છે તે જ ભાજપની સાચી તાકાત અને સાચું બળ છે. આ ઉપરાંત તેમણે સંકેત પણ આપ્યા હતા કે હજુ કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મધ્યસ્થ કાર્યલયના ઉદ્ધાટન પ્રસંગે કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઈ વાળા ઉપરાંત રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી આર.સી. ફળદુ, હાલના સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એવામાં આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાએ પણ હાજરી આપી હતી.