Get The App

સરકારે વધુ પાંચ અધિકારીઓને ઘરે બેસાડી દીધા, અત્યાર સુધી 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
સરકારે વધુ પાંચ અધિકારીઓને ઘરે બેસાડી દીધા, અત્યાર સુધી 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી 1 - image


Operation Gangajal, Gujarat : ગુજરાત સહિત દેશભરમાં ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડવા માટે 'ઓપરેશન ગંગાજળ' શરુ કર્યું છે. આ દરમિયાન રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના પાંચ ભ્રષ્ટાચારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી અપરિપક્વ નિવૃત કરીને ઘરે બેસાડી દીધા છે. 

રાજ્ય સરકારના 'ઓપરેશન ગંગાજળ' હેઠળ અત્યારસુધીમાં રાજ્યના 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. 

આ પણ વાંચો : PMJAY યોજનાની નવી SOP બનાવાશે, કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ આપી સૂચના

આ પાંચ કર્મચારીઓને અપરિપક્વ નિવૃત કર્યા

1. જશવંતસિંહ મગનભાઈ પરમાર - વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગ, દાહોદ હસ્તક નાની સિંચાઈ પેટા વિભાગ, દેવગઢ બારીયા

2. પ્રદિપભાઈ વજાભાઈ ડામોર - સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી

3. શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ - સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી

4. બાબુભાઈ રામાભાઈ દેસાઈ - સુજલામ સુફલામ વર્તુળ નં.2, મહેસાણા હસ્તક સુજલામ સુફલામ વિભાગ નં.2, વિસનગર હસ્તક સુજલામ સુફલામ પેટા વિભાગ નં.11, પાટણ

5. અરવિંદભાઈ ભીખુભાઈ માહલા - સુરત સિંચાઈ વર્તુળ, સુરત હસ્તક ડ્રેનેજ વિભાગ નં.2. સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઇન પેટા વિભાગ, સુરત

સરકારે વધુ પાંચ અધિકારીઓને ઘરે બેસાડી દીધા, અત્યાર સુધી 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી 2 - image


Google NewsGoogle News