ભુજમાં શાળાઓ આસપાસ ગુટખા મસાલા તમાકુનું ખુલ્લેઆમ વેચાણ
શિક્ષણ તંત્ર કહે છે કે કોઈ ફરિયાદ કરે તો પાલીકાને કહીએ - તંત્રના જવાબથી આંચકોઃ પાલિકા ને પોલીસની ઝુંબેશ ક્યારે?
શહેરની ઈન્દ્રાબાઈ સ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, કોમર્સ કોલેજ, માતૃછાયા સ્કૂલ સહિત જુદા જુદા વિસ્તારોમાં શાળાની આસપાસ ગુટખા, તમાકુ, બીડી, સીગારેટ ખુલ્લેઆમ વહેંચાય છે. આ સ્થળોએ લોકો સીગારેટ અને ગુટખાનું સેવન કરતા જોવા મળે છે.
એક તરફ શિક્ષણતંત્ર બાળકોને વ્યસન ન કરવાની શિખ આપે છે ત્યાં બીજી તરફ શાળા બહાર આવેલી દુકાન, લારીઓમાં વ્યસનનું દુષણ બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા આ ઝુંબેશ એક બે દિવસ રાખવાના બદલે કાયમી રાખવામાં આવે તો પરિણામ આવી શકે તેમ છે.
આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, અમને કોઈપણ સ્થળેથી ફરીયાદ આવે તો નગરપાલિકાને જાણ કરીએ છીએ. શાળાની આસપાસ કોઈ જગ્યાએ ફરીયાદ હશે તો પાલીકાને જાણ કરશે. બીજી તરફ લોકમુખે ચર્ચા મુજબ પાલિકા અને પોલીસ આ ઝુંબેશ સત્વરે ચલાવીને, ગુટખા તમાકુ જપ્ત કરવાની કામગીરી હાથ ધરે તે જરૂરી બની રહે છે. શાળાની બહાર ગુટખા વહેચાય છે. શું જવાબદારોને આખે પાટા બાંધ્યા છે કે નજરે પડતુ નથી, આવા અનેક સવાલ ઉભા થયા છે. ઉલ્લેખનીય એ છે કે, જે રીતે ઝારખંડ સરકારે ગુટખા પાન મસાલા વેચનારા અને સંગ્રહ કરનારાઓ પણ કાર્યવાહી કરી છે તે રીતે અહીં ગુટખા બંધ કરવાનું તો એક તરફ જે શાળાની આસપસા બંધ કરવાની જવાબદારી છે તેમાં પણ હજુ રાહ જુએ છે.