Get The App

ગુજરાતમાં મર્જરના નામે 5612 સરકારી સ્કૂલોને ખંભાતી તાળા, 1657માં તો માત્ર એક જ શિક્ષક

કરોડોના ધૂમાડા બાદ ગુલાબી પિક્ચર રજૂ કરનાર ભાજપ શાસકોના લીધે ગુજરાતમાં શિક્ષણની અવદશા

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં મર્જરના નામે 5612 સરકારી સ્કૂલોને ખંભાતી તાળા, 1657માં તો માત્ર એક જ શિક્ષક 1 - image

 

Gujarat Education News | મર્જર કરવાના નામે સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપ સરકારની નીતિથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ છિનવાઈ રહ્યુ છે. કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા પછીય ગુલાબી પિક્ચર રજુ કરનાર ભાજપા શાસકોના લીધે શિક્ષણની અવદશા થઈ રહી છે. શું આ રીતે ભણશે ગુજરાત....

સારું શિક્ષણ મેળવી ઉમદા જીવન બનાવવાનું સ્વપ્ર ભાજપે રોળી નાખ્યું છે. ભાજપ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણુંક નથી કરતી રાજ્યની ભાજપ સરકાર 38 હજાર સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવાનું પાપ કરી રહી છે. ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે.

ગ્રાન્ટેડ પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાથી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓએ શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. પૂર્વ પટ્ટી-આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 341 શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે. 

14652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાથીઓને ભણવા માટે મજબુર થવું પડે છે. ગુજરાતભરની 3353 સ્કુલોમાં 10698 ઓરડાઓ જર્જરિત છે. ગુજરાત રાજ્યની 31 ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં 32000 કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબાસમયથી ખાલી છે. 

બીજી તરફ, ટેટ- ટાટ પાસ થયેલ 50000 હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જાઈ રહ્યા છે. ગેરબંધારણીય ગેરકાયદેસર કરાર આધારિત, ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી 'જ્ઞાન સહાયક યોજના' દ્વારા ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ કરી રહી છે. 

ગુજરાતમાં મર્જરના નામે 5612 સરકારી સ્કૂલોને ખંભાતી તાળા, 1657માં તો માત્ર એક જ શિક્ષક 2 - image


Google NewsGoogle News