શિવજી કી સવારી માં એક DJ રહેશે,બાકીના DJ પોળના નાકે મુકાશે
વડોદરાઃ વડોદરામાં મહાશિવરાત્રીએ નીકળનારી શિવજી કી સવારીમાં ડીજે વગાડવાના મુદ્દે આજે સવારીના આયોજકો અને પોલીસ કમિશનર વચ્ચે મીટિંગ યોજાઇ હતી.
શિવજી કી સવારીના આયોજક માંજલપુરના ધારાસભ્યએ કહ્યું છે કે,સાવલીના સ્વામીના આશીર્વાદથી મહા શિવરાત્રીએ શિવ પરિવાર સાથે આખા ભારતમાં વડોદરામાં જ ભવ્ય સવારી કાઢવામાં આવે છે.
આ સવારીમાં અગાઉ ડીજે પણ રહેતા હતા.પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી માત્ર એક જ ડીજે રાખવામાં આવે છે.જ્યારે સવારી દરમિયાન પોળો અને રસ્તાઓની એક બાજુએ ફિક્સ કરીને ડીજે વગાડવામાં આવશે.જેની ધ્વનિ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.સવારી પસાર થતાં જ આવા ડીજે ઉપાડી લેવામાં આવશે.જ્યારે પોલીસ કમિશનરે પણ મહાશિવરાત્રીનું પર્વ ભક્તિ અને ઉત્સાહભેર ઉજવાય તે માટે પોલીસ પણ પુરતો બંદોબસ્ત જાળવશે તેમ કહ્યું હતું.