જામજોધપુરમાંથી ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતો વેપારી ઝડપાયો

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
જામજોધપુરમાંથી ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતો વેપારી ઝડપાયો 1 - image


                                                         Image Source: Freepik

જામનગર, તા. 01 નવેમ્બર 2023 બુધવાર

જામજોધપુર પોલીસે વસંતપુરના પાટીયા પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી હાર જીતનો જુગારરમી રહેલા વેપારી યુવાનની અટકાયત કરી હતી. 

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જામજોધપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળતાની સાથ જ વસંતપુરના પાટીયા પાસે છાપો માર્યો હતો.

જ્યાંથી રામશીભાઈ ખીમાભાઈ ડાંગર રહે. મોટા વાડીયા મોબાઈલ ફોન ઉપર આઈડી મારફતે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી હાલમાં ચાલતી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની પાકિસ્તાન- બાંગ્લાદેશ ક્રિકેટ મેચ પર હાર જીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ રકમ રૂા. ૫૧૦ એક સેલફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News