ફાઇનાન્સ પેઢીને આપેલા ચેક રિટર્ન થતા એક વર્ષની કેદ
પાંચ આરોપીઓ સામેના કેસ ચાલી ગયા
વડોદરા,ફાઇનાન્સ પેઢીને રૃપિયા ચૂકવવા માટે આપેલા ચેક રિટર્ન થવાના પાંચ કેસમાં અદાલતે પાંચ આરોપીઓને એક વર્ષની સાદી કેદની સજા કરી છે.
બાજવાની શ્રોફ કેપિટલ એન્ડ ફાઇનાન્સ પ્રા.લિ. કંપની દ્વારા મફત હિંમતભાઇ પઢિયાર (રહે. ગંભીરા, તા.આંકલાવ,જિ.આણંદ) ૧૪,૩૧૯ રૃપિયાના ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. તે જ રીતે મુકેશ શંકરલાલ ચૌહાણ (રહે. ચંદન મંગલ, કાશીપુરા વિસ્તાર, બોરસદ,જિ.આણંદ) સામે ૪૦,૬૧૦ રૃપિયાના , રંજનબેન રાજેશભાઇ ઝાલા (રહે. મોગર, આણંદ) સામે ૨૪,૧૯૦ રૃપિયાના, સંજય રાજુભાઇ પરમાર (રહે.સુંદણ, તા.આણંદ) સામે ૩૨,૬૪૫ રૃપિયા, તથા હેમલ જગદીશભાઇ નાયક (રહે. પદમલા ગામ) સામે ૪૧,૩૫૦ રૃપિયાના ચેક રિટર્નની ફરિયાદ થઇ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ કસુરવારોને એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમના દંડની સજા કરી છે.